શેર માર્કેટમાં મંદી, સેન્સેક્સ 765 અને નિફ્ટી 215 પોઈન્ટ ગગડ્યો
અમદાવાદ: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ નિરાશાજનક રહ્યો. NSEનો નિફ્ટી બપોરના ટ્રેડિંગ સેશનમાં 22,783 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ બજાર બંધ થતા પહેલા જ તીવ્ર ઘટાડાથી બજાર ઉપરના સ્તરેથી નીચે આવી ગયું હતું. નિફ્ટી દિવસની સર્વોચ્ચ સપાટીથી 215 પોઈન્ટ અને સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 765 પોઈન્ટ સરકી ગયો. બજાર બંધ થયા બાદ સેન્સેક્સ 188 પોઈન્ટના ઘટાડા સાથે 74,482 પર અને NSEનો નિફ્ટી 38 પોઈન્ટના ઘટાડા સાથે 22,604 પર બંધ થયો હતો.
માર્કેટ કેપની સ્થિતિ
શેરબજારમાં ભારે ઘટાડાથી માર્કેટ કેપ સપાટ બંધ થઈ ગયું છે. BSE ડેટા અનુસાર, લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 406.57 લાખ કરોડ પર બંધ થયું હતું, જ્યારે અગાઉના સત્રમાં તે રૂ. 406.52 લાખ કરોડ હતું. આજના સત્રમાં માર્કેટ કેપમાં માત્ર રૂ.5000 કરોડનો જ ઉછાળો જોવા મળ્યો હતો.
માર્કેટની સ્થિતિ
આજના કારોબારમાં આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. આ સિવાય બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સ ઘટીને બંધ થયા હતા. જ્યારે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલ ઈન્ડેક્સ પણ સપાટ બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 17 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 24 શેર ઉછાળા સાથે બંધ થયા, જ્યારે 26 નુકસાન સાથે બંધ થયા.
આ પણ વાંચો: એલન મસ્કની ચીન યાત્રા રહી સફળ, Tesla પરના તમામ પ્રતિબંધો હટાવાયા
શેરની સ્થિતિ
શેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.57 ટકા, પાવર ગ્રીડ કોર્પ 2.77 ટકા, શ્રીરામ ફાઇનાન્સ 2.39 ટકા, હીરો મોટોકોર્પ 1.91 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.91 ટકા, બજાજ ઓટો 1.64 ટકા, HDFC લાઇફ 1.49 ટકા, ફાઇનાન્સ 1.49 ટકાનો વધારો થયો છે, જ્યારે ઘટનારાઓમાં ટેક મહિન્દ્રા 1.93 ટકા, BPCL 1.85 ટકા, JSW સ્ટીલ 1.51 ટકા, HCL ટેક 1.50 ટકા, ટાટા સ્ટીલ 1.43 ટકા, TCS 1.28 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.