December 21, 2024

IPL 2024: ધોનીના ઈશારાએ અમ્પાયરના નિર્ણયને પણ બદલી દીધો

IPL 2024: ગઈ કાલે ચેન્નાઈ અને લખનૌની વચ્ચે મેચ હતી. જેમાં ચેન્નાઈની ટીમની હાર થઈ હતી. પરંતુ આ સમયનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ધોની ફરી એકવાર મેદાનમાં પોતાનો જલવો દેખાડતો જોવા મળ્યો હતો. આવો જાણીએ સમગ્ર વાત શું હતી.

નિર્ણય બદલવો પડ્યો
ધોની ફરી એક વાર મેદાનમાંથી ચમક્યો છે. પોતાના પાક્કા નિર્ણય માટે જાણીતો ધોની મેદાનમાં સચોટ નિર્ણયને કારણે ચર્ચામાં રહ્યો હતો. મેદાન પર ધોનીના ઈશારા પર અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. ગઈ કાલની મેચમાં ધોની છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે સ્ટેડિયમમાં ભારે હલચલ મચી ગઈ હતી. તેણે બેટિંગ દરમિયાન ચોગ્ગો માર્યો તે સમયે આ ક્ષણ વાયરલ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: IPL 2024: દિલ્હીના બોલરોને પછાડનાર અભિષેક શર્મા કોણ છે?

ધોનીનો નિર્ણય મહત્વનો
ગઈ કાલની મેચમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ નિર્ણય કરતાં ધોનીનો સંકેત વધુ મહત્વનો રહ્યો હતો. ધોનીના સંકેત પર અમ્પાયરે સમીક્ષા કરવી પડી હતી. આ સાથે ત્રીજા અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવા માટે કહેવું પડ્યું હતું. મહત્વની વાત તો એ હતી કે આ સમયે માર્કસ સ્ટોઇનિસ મેદાન તરફ જોતો રહ્યી ગયો હતો. આ સમયે સોશિયલ મીડિયમાં પણ ‘ધોની રિવ્યુ સિસ્ટમ’ મીમ્સ ખુબ વાયરલ થયા.

કેવી રહી મેચ?
ગઈ કાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ આમને સામને જોવા મળી હતી. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીત્યો હતો. જેમાં તેણે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. લખનૌની ટીમનો બેટિંગનો વારો આવ્યો તો ત્યારે ખાલી 88 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ માર્કસ સ્ટોઇનિસે હાર ન માની અને છેલ્લી ઓવરમાં પોતાની ટીમ માટે મેચ જીતી લીધી હતી.