December 23, 2024

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 10 લોકોનાં મોત

નડિયાદઃ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અમદાવાદ પાસેની અર્ટિગા કારને અકસ્માત નડ્યો છે. ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. તેમાં 10 લોકોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનાને પગલે હાઇવે પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ડ્રાઇવર પૂરપાટ ઝડપે કાર ચલાવતો હતો તેને કારણે અકસ્માત સર્જાયો છે. ફોટામાં જોઈ શકાય છે કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ જોતાં જ અકસ્માતની ભયાનકતા કલ્પી શકાય છે.

આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત તમામ ઇજાગ્રસ્તો સહિત મૃતકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે ટ્રાફિકજામ થઈ ગયો છે. ત્યારે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રસ્તા પર અંદાજે 4 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. તેને હાલ છૂટો પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત અન્ય લોકોને સારવાર વખતે લઈ જતી વેળા અને ઘણાંએ હોસ્પિટલમાં જ શ્વાસ છોડ્યો હતો.

ગુજરાતમાં રોડ અકસ્માતની સંખ્યા

  • 2014માં 23,710 અકસ્માત સર્જાયા જેમાં 7,960 લોકોના મોત
  • 2015માં 23,1800 અકસ્માત સર્જાયા જેમાં 8,120 લોકોના મોત
  • 2016માં 21,860 અકસ્માત સર્જાયા જેમાં 8,140 લોકોના મોત
  • 2017માં 19,080 અકસ્માત સર્જાયા જેમાં 7,290 લોકોના મોત
  • 2018માં 18,770 અકસ્માત સર્જાયા જેમાં 8,000 લોકોના મોત
  • 2019માં 17,050 અકસ્માત સર્જાયા જેમાં 7,390 લોકોના મોત
  • 2020માં 13,400 અકસ્માત સર્જાયા જેમાં 6,170 લોકોના મોત
  • 2021માં 15,190 અકસ્માત સર્જાયા જેમાં 7,450 લોકોના મોત
  • 2022માં 15,750 અકસ્માત સર્જાયા જેમાં 6,620 લોકોના મોત