November 6, 2024

આ સ્માર્ટફોન બ્રાન્ડ એપલથી પણ આગળ નીકળી ગઇ!

અમદાવાદ: એક સમય એવો હતો કે એપલ દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ હતી. પરંતુ હવે એ નંબર કોઈ બીજાએ લઈ લીધો છે. IDCના એક રિપોર્ટ અનુસાર એપલે 2024ના પ્રથમ ક્વાર્ટરમાં શિપમેન્ટમાં ઘટાડો જોયો છે. જેના કારણે હવે સેમસંગ દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે.

સેમસંગને કેમ ફાયદો થયો?
સેમસંગે આ વર્ષે તેનું લેટેસ્ટ Galaxy S24 લોન્ચ કર્યું છે. એક માહિતી અનુસાર 60 મિલિયનથી વધુ સ્માર્ટફોન શિપમેન્ટ કરવામાં આવ્યા છે. જે આ S23 સિરીઝ કરતા 8 ટકા વધુ છે. સેમસંગ 20.8% માર્કેટ શેર સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. આ તમામ વાત વચ્ચે એક સવાલ ચોક્કસ થવાનો કે કેમ એપલની લોકપ્રિયતામાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ iPhone શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે લગભગ 10%નો ઘટાડો નોંધાયો હતો. જે બાદ વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં જંગી તેજી વચ્ચે આ ફેરફાર થયો હતો. ગયા વર્ષની વાત કરવામાં આવે તો સમાન સમયગાળામાં 55.4 મિલિયન આઇફોનને વેચાણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે તે ઘટીને 50.1 પર આવી ગયો છે.

આ પણ વાંચો: WhatsAppમાં આવી રહ્યું છે જોરદાર ફીચર!

Xiaomi ત્રીજા સ્થાને છે
આ રેસમાં એપલે પોતાની શિપમેન્ટમાં ઘટાડો થયો તો બીજી બાજૂ સેમસંગ પ્રથમ ક્રમાંકે પહોચી ગયું છે. માર્કેટ રિસર્ચ ફર્મ IDCમાં આપેલી માહિતી અનુસાર ત્રીજા સ્થાન પર Xiaomi શિપમેન્ટ પહોંચી ગયું છે. Xiaomi પાસે 14.1% માર્કેટ શેર છે. , Huawei જેવી ચાઇનીઝ બ્રાન્ડ્સે પણ વેગ પકડ્યો છે.