જાણો WhatsApp પ્રતિબંધિત એકાઉન્ટને કેવી રીતે ચાલુ કરવું
WhatsApp Feature: વોટ્સએપ પર નવા નવા અપડેટ આવી રહ્યા છે. જેમાં ઘણા લોકોના WhatsApp બંધ થઈ રહ્યા છે. પરંતુ તમારે જો એવું થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે એવી માહિતી લઈને આવ્યા છીએ જે તમને WhatsApp માટે ઉપયોગી બનશે.
સરળતાથી રિકવર કરો
WhatsApp પ્રતિબંધિત એકાઉન્ટને કેવી રીતે ઠીક કરવું પહેલો સવાલ એ થશે. આજકાલના સમયમાં લોકો ઘરથી લઈને ઓફિસના તમામ કાર્ય WhatsAppમાં થતા હશે. જો તાત્કાલિક તમારૂ WhatsApp બંધ થઈ જાય છે જેના કારણે તમારે ઘણી નુકશાની વેઠવી પડી શકે છે. જો આવી રીતે અચાનક તમારૂ WhatsApp બંધ થઈ જાય છે તો પણ તમે તેને રિકવર કરી શકો છો.
જાતે ઠીક કરી શકો છો
વોટ્સએપ આપણને માત્ર ઇન્સ્ટન્ટ મેસેજિંગ જ નહીં પરંતુ વોઇસ કોલિંગ, વીડિયો કોલિંગ, ફોટો શેરિંગથી લઈને લાઈવ લોકેશનથી લઈને શિરિગ જેવી સુવિધા મળે છે. પરંતુ અચાનક જો આ એપ બંધ થઈ જાય છે તો ઘણુ નુકશાન થઈ શકે છે. અમે આજે જે માહિતી આપવાના છીએ જેનાથી તમે તમારૂ WhatsApp એકાઉન્ટ ઠીક કરી શકો છો આ સાથે તમે તમારૂ એકાઉન્ટ રિકવર પણ કરી શકો છો. પરંતુ આ પહેલા જાણી લો કે કેમ WhatsAppને પ્રતિબંધ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝને ઓડિયો સાથે આ રીતે કરો સેવ
પ્રતિબંધ મૂકવાના કારણો
જો તમે વોટ્સએપની ગાઈડલાઈન્સનું પાલન નહીં કરો તો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે. WhatsAppમાં તમે કોઈ એવી વસ્તુ કરો છો કે જેમાં છેતરપિંડી થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે તો તમારૂ એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે. ગુના કે પછી રાષ્ટ્રવિરોધી કોઈ માહિતી તમે શેર કરો છો જેના કારણે પણ તમારૂ એકાઉન્ટ બંધ થઈ શકે છે. એકાઉન્ટને બંધ કરવા માટે બે રીતે પર કામ કરવામાં આવે છે. જેમાં અસ્થાયી અને કાયમી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કોઈ પણ કૌભાંડમાં સંડોવાયેલા જોવા મળો છો તો તમારૂ એકાઉન્ટ કાયમી ધોરણે પ્રતિબંધિત થઈ જશે.
એકાઉન્ટને આ રીતે કરો ઠીક
જો તમારું WhatsApp એકાઉન્ટ અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, તો તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમાં લોગિન કરી શકો છો. પરંતુ જો તમારા એકાઉન્ટ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો તમારે કેટલાક સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે. વોટ્સએપના સપોર્ટ પેજ પર પહેલા જવાનું રહેશે. જ્યાં તમારે સપોર્ટ પેજ પર રિવ્યૂ માટે રિક્વેસ્ટ ફાઇલ કરવાની રહેશે. રિવ્યુ રિક્વેસ્ટમાં તમારે તમારી સમસ્યા શેર કરવી પડશે અને WhatsAppનો સ્ક્રીનશોટ પણ આપવો પડવાનો રહેશે. ત્યારબાદ તમારે SMS દ્વારા વેરિફિકેશન કોડ ભરવાનો રહેશે.વિનંતી ભરાઈ ગયા પછી તમારે એક દિવસ રાહ જોવી પડી શકે છે. ત્યારબાદ તમારૂ એકાઉન્ટ ચાલું થશે.