ભારતીય ટીમની આ જોડી છે સીતા અને ગીતા
IPL 2024: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની એક વાત વાયરલ થઈ રહી છે. જેમાં તેમણે જણાવ્યું કે સીતા-ગીતાની જોડી કોની છે. વિરાટે આ બંને ક્રિકેટર વિશે માહિતી પણ આપી હતી. સાથે તેણે એમ પણ કહ્યું કે આ બંને મિત્રો એક સાથે જવાનું પસંદ કરે છે. ભારતીય ટીમના આ બંને ખેલાડીઓ સીતા અને ગીતા છે. જાણો કોને કહ્યું વિરાટે આવું.
બંને ખુબ નજીકના મિત્રો
કોહલીએ આ વાત શેર કરતા કહ્યું કે આ બંને ખેલાડીઓ જોડિયા દેખાઈ છે. વિરાટે જેની વાત કરી તે છે ઈશાન કિશન અને શુભમન ગિલ. જોકે આ બંને ખેલાડીઓની પરિચય કરાવવાની જરૂર નથી. ઘણી વખત ગિલ-કિશન મસ્તી કરતા નજરે પડે છે. ગિલ અને કિશન વચ્ચેના બ્રોમેન્સનું વર્ણન કરતાં કોહલીએ કહ્યું કે બંને જોડિયા જેવા દેખાય છે. કોહલીએ કહ્યું કે બંનેને એકબીજાથી અલગ કરવા મુશ્કેલ છે. મોટા ભાગના સમયમાં આ બંને ખેલાડીઓ તમને સાથે જોવા મળશે. ડિનરનો સમય હોય કે ટીમ મીટિંગ આ બંને જોડેજ મળશે તમને. સીતા અને ગીતા (ઈશાન અને શુભમન) આ બંને ખૂબ જ રમુજી છે. કોઈ ટુર હોય કે મે તે બંનેને એકલા કયારે પણ જોયા નથી. આ બંને ખુબ નજીકના મિત્રો છે.
આ પણ વાંચો: રોહિત શર્મા ટીમ બસમાં નહીં પરંતુ આકાશ અંબાણી સાથે સ્ટેડિયમ પહોંચ્યો, VIDEO
ઓરેન્જ કેપની રેસમાં
જોકે, હાલમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને ઈશાન કિશન આઈપીએલ 2024માં ભારે વ્યસ્ત છે. ત્રણેય ક્રિકેટરો જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. બેટિંગથી જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. ગિલ અને કોહલી ઓરેન્જ કેપની રેસમાં જોવા મળી રહ્યા છે. બેટથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ ગિલ અને કોહલી ઓરેન્જ કેપની રેસમાં છે. હાલમાં વિરાટ કોહલીના માથા પર ઓરેન્જ કેપ છે. ઇશાન કિશને કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેની પાસેથી વધુ સારું પ્રદર્શન કરી શકે છે.