December 27, 2024

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે BJP ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે આ તારીખો ફાઇનલ કરી

લોકસભા ચૂંટણી: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. તમામ ઉમેદવારો અને કાર્યકરો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે ભાજપે આ બધાની વચ્ચે હવે તમામ 26 બેઠકોના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નક્કી કરી દીધી છે. હાલમાં આ અંગે ભાજપનું મોટું અપડેટ સામે આવ્યુ છે.
BJPના મોટાભાગના ઉમેદવારો 15, 16 એપ્રિલે ફોર્મ ભરશે.

આગામી લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે હવે બીજેપીએ ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ નક્કી કરી છે. જેમા ગાંધીનગરથી અમિત શાહ 19 એપ્રિલે ફોર્મ ભરશે. નવસારીથી સી.આર.પાટીલ 18 એપ્રિલે ફોર્મ ભરશે. તો રાજકોટથી પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલ અને સાબરકાંઠાથી શોભના બેન બારૈયા 16 એપ્રિલે ફોર્મ ભરશે.

વધુમાં મળતી માહિતી અનુસાર ભાવનગર નિમુબેન બાંભણિયા 16 એપ્રિલ, પાટણ ભરતસિંહ ડાભી 16 એપ્રિલ તેમજ બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી 16 એપ્રિલ, પોરબંદરથી મનસુખ માંડવિયા 15 એપ્રિલ, અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 15 એપ્રિલ, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા 15 એપ્રિલે ફોર્મ ભરશે. તો સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા 15 એપ્રિલ અને બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ફોર્મ ભરશે.