January 21, 2025

ભાજપે 12 અલગ અલગ ભાષામાં રજૂ કર્યું નવું ગીત

BJP New song launch in 12 different languages

નવી દિલ્હીઃ ભાજપે આજે એક નવું ગીત રજૂ કર્યું છે. જે સમગ્ર રાષ્ટ્રની લાગણીને પ્રતિબિંબિત કરે છે. દેશના દરેક ખૂણેથી વિવિધ પૃષ્ઠભૂમિના લોકો દરેક ભાષામાં બોલતા એકસાથે એક જ વાત કહી રહ્યા છે કે, ‘અમારા સપના સામુહિક ઉડાન ભરી ગયા છે!’

આ ગીતના હિન્દી શબ્દો આ પ્રમાણે છે કે, ‘सपना नहीं हकीकत बुनते हैं, तब भी तो सब मोदी को चुनते हैं।’. આ ગીત 12 અલગ-અલગ ભાષાઓમાં ગાવામાં આવ્યું છે અને રાષ્ટ્રની આવશ્યક એકતાનું પ્રદર્શન કરતી વખતે તેમની વિવિધતા પર એકસાથે આવતા લોકોને દર્શાવે છે. અંતે હજારો લોકો PM મોદીની એકીકૃત શક્તિનું પ્રતિનિધિત્વ કરવા માટે એક વિશાળ કોલાજ બનાવવા માટે ભેગા થાય છે.

લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. અલગ અલગ સીટ પર ઉમેદવારોએ પણ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપે નવું ગીત લોન્ચ કર્યું છે. મહત્વનું છે કે, દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને આગામી 4મી જૂનના દિવસે મતગણતરી કરવામાં આવશે.