December 24, 2024

‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ હવે OTT પર થશે રિલીઝ

અમદાવાદ: શાહિદ કપૂર અને કૃતિ સેનનની સાયન્સ ફિક્શન રોમેન્ટિક કોમેડી ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હવે આ ફિલ્મ દર્શકો ઘરેથી જોઈ શકશે. શાહિદ કપૂર અને કૃતિ સેનનની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ની રિલીઝ સાથે જ બંને ફેમસ થઈ ગયા હતા.

સૌથી વધુ કમાણી કરનાર
પહેલીવાર આ ફિલ્મમાં શાહિદ-કૃતિ ઓનસ્ક્રીન સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મ લોકોને ખુબ પંસદ આવી હતી. આ ફિલ્મ અત્યાર સુધી સિનેમાં ઘરમાં જોવા મળી રહી હતી. હવે તો આ ફિલ્મ તમને OTT પ્લેટફોર્મ પર જોવા મળશે. આ ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી હતી જેના કારણે 2024 ની સાતમી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. હવે આ ફિલ્મ તમે હવે OTT પ્લેટફોર્મ પર જોઈને આંનદ માણી શકો છે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

આ પણ વાંચો: ગુજરાતનાં એક ગામડાંની સરોગેટ મધરની વાર્તા, મોટા પડદા પર આવશે ‘દુકાન’

ધૂમ મચાવશે
સાયન્સ ફિક્શન રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ આખરે OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ પોતે સોશિયલ મીડિયા પર આની માહિતી આપી છે. હવે તમે આ ફિલ્મને OTT પ્લેટફોર્મ નિહાળી શકો છો. જોકે આ ફિલ્મની કમાણી બોક્સ-ઓફિસ પર જોરદાર થઈ હતી. હવે આ ફિલ્મ OTT પર પણ ધૂમ મચાવશે.

પડદા પર પાછો
તમને જણાવી દઈએ કે 45.85 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 133 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અમિત જોશી અને આરાધના સાહ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર લગભગ 2 વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો છે. જેના કારણે તેમના ચાહકો પણ તેમને પડદા પર જોવા આતૂર હતા. આ ફિલ્મમાં શાહિદ અને કૃતિ ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળી હતી.