December 23, 2024

જ્ઞાનવાપી વિવાદ અંગે સુનાવણી, CJIએ કહ્યું – પૂજા અને નમાઝ ચાલુ રહેશે

Gyanvapi Mosque Case Hearing: સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસ ભોયરામાં પૂજાની વિરૂદ્ધમાં મસ્લિમ કમિટીએ અરજી કરી હતી. જેની આજે સુનાવણી કરવામાં આવી હતી. મસ્જિદ પક્ષના વકીલ હુજેફા અહમદીએ કોર્ટને કહ્યું કે, નીચલી અદાલતના આદેશને લાગુ કરવા માટે 1 અઠવાડિયાનો સમય આપ્યો હતો, પરંતુ સરકાર તેને તાત્કાલિક લાગુ કરી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે તાત્કાલિક તેના પર રોક લગાવવી જોઈએ.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે આ મામલે નોટિસ જાહેર કરી હતી અને અન્ય તારીખે સુનાવણીનો સંકેત આપ્યો હતો. જો કે, મસ્જિદ પક્ષના વકીલે તેમની દલીલો રજૂ કરી પૂજા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, ભોંયરામાં પ્રવેશ દક્ષિણ તરફથી છે અને મસ્જિદની એન્ટ્રી ઉત્તર તરફથી છે. બંને એકબીજાને અસર કરતા નથી. અમે નિર્દેશ કરીએ છીએ કે, હાલમાં બંને પૂજા પોતપોતાના સ્થાનો પર ચાલુ રહે. તો બીજી તરફ વ્યાસ પરિવારના વકીલ શ્યામ દિવાને ઔપચારિક નોટિસ જાહેર કરવાનો વિરોધ કર્યો હતો. વકીલે કહ્યું કે, નીચલી અદાલતોમાં હજુ આ કેસનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. આ સમયે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી.

આ પણ વાંચોઃ 1951ની લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?

અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મસ્જિદ સમિતિ SCમાં પહોંચી
અંજુમન મસ્જિદ વ્યવસ્થા સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેમાં મસ્જિદના દક્ષિણી ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપતા નીચલી અદાલતના આદેશને યથાવત રાખવામાં આવ્યો હતો. આ સમિતિ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરે છે. નીચલી અદાલતે 31 જાન્યુઆરીએ પોતાના આદેશમાં હિન્દુઓને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ ગરમી વઘતા ઝાડા-ઉલ્ટી, હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસમાં વધારો

એ બાદ કમિટી હાઈકોર્ટમાં પહોંચી હતી, જ્યાં 26 ફેબ્રુઆરીએ તેમની અરજી ફગાવી દેવામાં આવી. હાઇકોર્ટે કહ્યું હતું કે, 1993માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જ્ઞાનવાપીના દક્ષિણ ભોંયરામાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા રોકવાનો નિર્ણય ગેરકાયદેસર હતો. કોઈપણ લેખિત આદેશ વિના રાજ્યની ગેરકાયદેસર કાર્યવાહી દ્વારા પૂજા બંધ કરવામાં આવી હતી.