May 6, 2024

દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી આયોગે આપી ચેતવણી

અમદાવાદ: ચૂંટણી આયોગે BJPના સાંસદ દિલીપ ઘોષ અને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને તેમના મહિલાઓ વિરૂદ્ધ આપત્તિજનક નિવેદનને લઈને ફટકાર લગાવી છે. આયોગે નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, તમારા નિવેદનને લઈને સાવધાન રહો. ચૂંટણી દરમિયાન તેમના પર ખાસ નજર રાખવામાં આવશે. ચૂંટણી આયોગે બંન્ને નેતાઓને ચૂંટણી આચાર સહિંતાના ઉલ્લંઘનના દોષી માન્યા છે અને ભવિષ્યમાં સાર્વજનિક નિવેદનને લઈને વિશેષ સતર્કતા રાખવા માટે નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો: સુપ્રિયા શ્રીનેટની વાંધાજનક પોસ્ટ પર કંગનાએ લીધો બદલો, જાણો સમગ્ર મામલો

ચૂંટણી પંચે આપી ચેતવણી
ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના નિવેદનને લઈને ચૂંટણી આયોગે બંન્ને નેતાઓને નોટિસ આપી જવાબ માંગ્યો છે. જેમાં જવાબમાં બંન્ને નેતાઓએ સ્વીકાર કર્યો કે તેમણે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને અંગત હુમલો કર્યો છે. જવાબ મળ્યા બાદ ચૂંટણી આયોગે નેતાઓને ચેતવણી આપી છે. હવે તેમને સાર્વજનિક નિવેદનોને લઈના સતર્ક રહેવા કહ્યું છે. મહત્વનું છેકે, ચૂંટણી આયોગ દ્વારા આ બંન્ને નેતાઓ પર સોમવારથી એટલે કે આજથી જ વધારે નજર રાખવામાં આવશે. મહત્વનું છેકે, આયોગે બંન્ને નેતાઓને આપેલી નોટિસની કોપી પાર્ટીના અધ્યક્ષને પણ મોકલવામાં આવી છે. જેથી પાર્ટીના નેતાઓ ચૂંટણી આચાર સહિંતાના ઉલ્લંઘન અને આપત્તિજનક નિવેદનોને લઈને ચેતીને રહે.

બંન્ને નેતાઓના આપત્તિજનક નિવેદન
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને ફિલ્મ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતને લઈને સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવ્યું છે. જેના પર વિવાદ થયો છે અને ભાજપે તેને લઈને કોંગ્રેસ નેતાને ઘેર્યા હતા. બાદમાં સુપ્રિયા શ્રીનેતે પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા કરવી પડી હતી. તો બીજી તરફ ભાજપના સાંસદ દિલીપ ઘોષે ચૂંટણી પ્રચાર દરમિયાન બંગાળના CM મમતા બેનર્જીની વિરૂદ્ધમા આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેના પર ચૂંટણી આયોગે બંન્ને નેતાઓને નોટિસ આપી જવાબ માંગ્યો હતો.