December 23, 2024

Lok Sabha Election 2024: ભાજપે ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે શનિવારે 8મી ઉમેદવારોની યાદી બહાર પાડી છે. ભાજપે ઉમેદવારોની યાદીમાં ત્રણ રાજ્યોના 11 ઉમેદવારોને સ્થાન આપ્યું છે. ઓડિશાના કટકથી ભૃત્રીહરિ મહતાબ, પંજાબના ફરિદકોટથી હંસરાજ હંસ, પટિયાલાથી પરિણીત કૌર અને લુધિયાણાથી રવનીત સિંહ બિટ્ટુ ઉપરાંત પશ્ચિમ બંગાળના બીરભૂમથી પૂર્વ આઈપીએસ દેવાશિષ ધરને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે ઓડિશા, પંજાબ અને પશ્ચિમ બંગાળના લોકસભા ઉમેદવારોની 8મી યાદી બહાર પાડી છે. દિનેશ સિંહ ‘બબ્બુ’ ગુરદાસપુરથી, તરનજીત સિંહ સંધુ અમૃતસરથી, સુશીલ કુમાર રિંકુ જલંધરથી, હંસ રાજ હંસ ફરીદકોટથી, પ્રનીત કૌર પટિયાલાથી ચૂંટણી લડશે.

ભાજપે કોને ઉમેદવાર બનાવ્યા?
ઓડિશા
જાજપુર-SC: રવીન્દ્ર નારાયણ બેહેરા
કંધમાલ: સુકાંત કુમાર પાણિગ્રહી
કટક: ભર્તૃહરિ મહતાબ

પંજાબ
ગુરદાસપુર: દિનેશ સિંહ ‘બબ્બુ’
અમૃતસર: તરણજીત સિંહ સંધુ
જલંધર (SC): સુશીલ કુમાર રિંકુ
લુધિયાણા: રવનીત સિંહ બિટ્ટુ
ફરીદકોટ (SC): હંસ રાજ હંસ
પટિયાલા: પ્રનીત કૌર