December 21, 2024

રિયાન પરાગની ધૂંઆધાર બેટિંગ! દિલ્હી કેપિટલ્સનો પરસેવો છૂટ્યો

IPL 2024: રિયાન પરાગે દિલ્હી કેપિટલ્સ સામે જોરદાર બેટિંગ કરી હતી. તેની IPL કારકિર્દીનો તેણે આ સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે ત્યારે કોઈ નામ યાદ આવે તો તે છે રિયાન પરાગ. એવું કહીએ તો પણ ખોટું નથી કે રિયાન પરાગ અને રાજસ્થાન રોયલ એકબીજાના પૂરક બની ગયા છે.

સતત સમર્થન
અહિંયા એ વાત કહેવી ચોક્કસ જરૂરી છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પરાગનું કોઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. પરંતુ એમ છતાં તેની ટીમ તેને સતત સમર્થન આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, 2022ની હરાજી દરમિયાન પણ RRએ તેને મોંઘા ભાવે ખરીદ્યો હતો. હવે આ વર્ષની IPLમાં 2 મેચમાં તેનું છે પ્રદર્શન જોવા મળી રહ્યું છે તે ક્રિકેટ ચાહકોને તો ખબર પડી ગઈ પરંતુ તેમના ટીમના ખેલાડીઓ પણ તેમનું આટલું સારૂ પ્રદર્શન જોઈને ચોંકી ગયા હતા.

આ પણ વાંચો:  આઉટ થયા બાદ ઋષભ પંતે ગુસ્સામાં કર્યું આવું, જુઓ વીડિયો

વિનિંગ ઇનિંગ્સ રમી હતી
રિયાન પરાગ ઘણા સમયથી રાજસ્થાન રોયલ્સ સાથે છે. 2022ની હરાજી દરમિયાન તેને 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તેને ગુજરાત ટાઇટન્સ પણ તેને ખરીદવા માંગતી હતી. આ વખતે રાજસ્થાને તેમને બેટિંગ ક્રમમાં પ્રમોટ કર્યા છે. ગઈ કાલની મેચમાં તે શરૂઆતમાં ધીમો રમ્યો હતો. પરંતુ ત્યાર બાદ તેણે છેલ્લી ઓવરમાં જોરદાર રમ્યો અને દરેક ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા.

સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી
રિયાન પરાગે દિલ્હી સામે 84 રનની ઇનિંગ રમી હતી. આઈપીએલમાં તેનો અત્યાર સુધીનો આ સ્કોર સૌથી વધુ છે. તેને અત્યાર સુધીમાં બોલિંગ કરવાનો ભાગ્યે જ મોકો મળ્યો છે. તેમ છતાં તેણે ચાર વિકેટ ઝડપી છે. જોકે આગામી સમયમાં રિયાન પરાગ તેની ટીમ માટે કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહ્યું. પરંતુ હાલ તો તેમની બેટિંગના કારણે દરેકને ચોંકાવી દીધા છે.