November 24, 2024

નાણાકીય વર્ષના અંતિમ દિવસ માર્કેટમાં રહ્યો તેજીનો માહોલ

Market Closing: નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય શેર બજાર આજે અંતિમ દિવસે ખુબ જ સારી રીતે બંધ થયું છે. બેંકિગ એફએમસીજી સ્ટોક્સમાં જોરદાર ખરીદીના કારણે સેન્સેક્સમાં એક સમયે 1200 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટીમાં 390 અંકનો વધારો જોવા મળ્યો હતો, પરંતુ નફાવસુલીના કારણે બજાર હાઉથી નીચે આવી ગયું હતું. તેમ છતાં BSE સેન્સેક્સ 655 પોઈન્ટના વધારા સાથે 73,651 પર અને નેશનલ સ્ટોક 203 પોઈન્ટના વધારા સાથે 22,327 પર બંધ થયું છે.

સેક્ટરના હાલ
આજે ટ્રેડિંગમાં બેંકિગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ફાર્મા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોક્સમાં જોરદાર તેજી જોવા મળી હતી. મીડિયા એક માત્ર એવો સ્ટોક્સ છે. જેમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપના શેરમાં ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સમાં 30 શેરમાંથી 26 સ્ટોક્સમાં તેજી જ્યારે 4 શેરમાં મંદી જોવા મળી હતી. તો નિફ્ટીના 50 શેરમાંથી 42 શેરમાં તેજી અને 8 શેરમાં મંદી જોવા મળી હતી.

આ પણ વાંચો: હવેથી શેર માર્કેટમાં T+0 સેટલમેન્ટ પ્રમાણે ચાલશે ટ્રેડિંગ, જાણો સમગ્ર પ્રક્રિયા

રોકાણકારીની સંપતિમાં 3 લાખ કરોડનો વધારો
શેર બજારમાં તેજીના કારણે રોકાણકારોની સંપતિમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સની માર્કેટ કેપિટલાજેશન 386.91 લાખ કરોડ રૂપિયા પર પહોંચી છે. જે છેલ્લા સત્રમાં 383.85 લાખ કરોડ રૂપિયા હતી. આજના ટ્રેન્ડમાં રોકાણકારોની સંપતિમાં 3.06 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે.

ટોપ ગેનર અને ટોપ લુઝર
આજના કારોબારમાં બજાજ ફાઈનેંસ 3.19 ટકા, બજાજ ફિનસર્વ 3.09 ટકા, એસબીઆઈ 2.53 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.26 ટકા, પાવર ગ્રિડ 2.21 ટકા, ટાટા સ્ટીલ 2 ટકા અને લાર્સન 1.83 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે એક્સિસ બેંક 0.50 ટકા, રિલાઈન્સ 0.37 ટકા, ટેક મહિન્દ્રા 0.26 ટકા અને એચસીએલ ટેક 0.26 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.