December 19, 2024

સ્મૃતિ ઈરાનીએ શિક્ષણ અધિકારીને કેમ આપ્યો ઠપકો?

દિલ્હી: ચૂંટણી આવે ત્યારે મદારી જેમ પોતાના તાલે નાગને નચાવે છે તેવી રીતે જનતાના અવાજે નેતાઓ નાચતા જોવા મળે છે. પંરતુ ચૂંટણી ગયા બાદ નેતાઓ પોતાના મોટા મોટા વાયદાઓ યાદ રહેતા નથી. પરંતુ આ તમામ વાત વચ્ચે ગરીબ માણસને પિસાવાનો વારો આવે છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ શિક્ષણ અધિકારીને ઠપકો આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

શિક્ષણ અધિકારીને ઠપકો
શુક્રવારે અમેઠીમાં નિવૃત્ત શિક્ષકોએ સ્મૃતિ ઈરાનીનો સંપર્ક કર્યો હતો. જેમાં શિક્ષકોએ પોતાના બાકી પગાર અંગે ફરિયાદ કરી હતી. વૃદ્ધ નિવૃત્ત શિક્ષકે સ્મૃતિ ઈરાનીને પોતાની પરિસ્થિતિની વાત કરી હતી. કહ્યું કે ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર ઑફ સ્કૂલ્સ (DIOS) તેમના લેણાં પૈસા ચૂકવી રહ્યાં નથી. આ સાંભળતાની સાથે જ સ્મૃતિ ઈરાનીએ તાત્કાલિક શિક્ષણ અધિકારીને ફોન કર્યો અને ઠપકો આપ્યો હતો. જેના કારણે શિક્ષણ અધિકારીએ તરત જ એક્શન લીધા હતા.

શિક્ષણ અધિકારી પર ગુસ્સે
સ્મૃતિ ઈરાની જ્યારે ખબર પડી કે શાળાના નિવૃત્ત શિક્ષકોના લેણાં પૈસા ચૂકવવામાં આવ્યા નથી અને મામલો લાંબા સમયથી પેન્ડિંગ છે. ત્યારે તેઓ શિક્ષણ અધિકારી પર ભારે ગુસ્સે થઈ ગયા હતા. સ્મૃતિ ઈરાની પોતાના મતવિસ્તારની મુલાકાત લઈ રહ્યા હતા. તે સમયે તેમણે નિવૃત્ત શિક્ષકો સાથે વાત કરતા શિક્ષણ અધિકારીને ઠપકો આપ્યો હતો. સ્મૃતિ ઈરાની ત્રણ દિવસની મુલાકાતે અમેઠી આવ્યા છે.

પેન્ડિંગ મેટર છે તેને આજે જ પતાવી દો
નિવૃત્ત શિક્ષકોની વાત સાંભળતાની સાથે જ તેમણે શિક્ષણ અધિકારીને ઠપકો આપ્યો હતો. કહ્યું કે જે પણ પેન્ડિંગ મેટર છે તેને આજે જ પતાવી દો. આ તમામ વાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે સ્મૃતિ ઈરાની કહી રહ્યા છે કે અમેઠીમાં રહેતો દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓ લઈને સીધા મારી પાસે આવે છે. થોડી માનવતા બતાવો. આ અમેઠી છે, અહીંના દરેક નાગરિકને મારી સાથે સીધો સંપર્ક છે.

શિક્ષકોને તેમનો અધિકાર મળે
સ્મૃતિ ઈરાનીએ શિક્ષણ અધિકારીને કહ્યું કે યોગી આદિત્યનાથ સરકાર પણ ઈચ્છે છે કે તમામ શિક્ષકોને તેમનો અધિકાર મળે. તેથી તેમને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સ્મૃતિ ઈરાની શિક્ષણ અધિકારીને એ કહેતા પણ સંભળાયા હતા કે મેં તમને ચર્ચા માટે બોલાવ્યા નથી.

આ પણ વાચો: અમે હુમલાખોરોને સમુદ્રના તળિયેથી પણ શોધીશું: રાજનાથ સિંહ