January 7, 2025

રાજ્યપાલે રાજભવનમાં કરી ધુળેટીની ઉજવણી

ગાંધીનગર: દેશભરમાં આજે ધુળેટીની ઉજવણી કરાઈ હતી. ત્યારે આપણા રાજ્યપાલ રાજભવનમાં લેડી ગવર્નર દર્શનાદેવી અને રાજભવન પરિવારના બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. કુદરતી ફૂલોમાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી રમ્યા હતા.

સૌને રંગ્યા
આચાર્ય દેવવ્રતએ આજે રાજભવનમાં લેડી ગવર્નર દર્શનાદેવી અને રાજભવન પરિવારના બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. કુદરતી ફૂલોમાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી આચાર્ય દેવવ્રતએ સૌને રંગ્યા હતા. હોળી-ધુળેટીનું પર્વ આપણને પ્રકૃતિ સાથે જોડે છે. પર્યાવરણ પ્રત્યે વિશેષ સંવેદનશીલ બનાવે છે. રંગોના આ ઉત્સવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સૌને પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: ભરૂચમાં ઇલ્લાજીની નનામી કાઢી હોળીની ઉજવણી

મજા માણી
રાજ્યપાલે કહ્યું કે રસાયણમુક્ત કૃષિ-પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવીને સ્વસ્થ, નિરોગી અને પ્રસન્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. રાજભવનમાં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રાજભવન પરિવારના બાળકોએ અત્યંત સહજ ભાવે રંગોથી રંગ્યા હતા. સૌએ રાજસ્થાની હોળી ગીતોની પણ મજા માણી હતી.