December 27, 2024

IPLની મેચને લઈને અમદાવાદ પોલીસનું જાહેરનામું, જોઈ લો કયા રૂટ બંધ રહેશે

Ipl 2024 ahmedabad narendra modi stadium police circular about route change

ફાઇલ તસવીર

અમદાવાદઃ હાલમાં આઇપીએલની મેચ ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન ટીમ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવવાની છે. જેને લઈને અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું બપોરે 2 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી લાગુ રહેશે.

આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ‘અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, સાબરમતી ખાતે આઇપીએલ-2024ની કુલ 3 ક્રિકેટ મેચ યોજાવવાની છે. ત્યારે નીચે પ્રમાણેના રૂટ પર ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત અથવા ડાયવર્ઝન કરવામાં આવે છે.’

આ રૂટ પર વાહનોની અવરજવર બંધ
જનપથી ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

આ પણ વાંચોઃ ફાગણી પૂનમે શામળાજીમાં શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કયો વૈકલ્પિક માર્ગ ઉપયોગમાં લઈ શકાશે?
1. તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટી થઈને જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા-આવતા રસ્તા પર અવરજવર કરી શકાશે.
2. કૃપા રેસિડેન્સી ટી થઈને શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈને ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.