દ્વારકા જતા પગપાળા સંઘના 40 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર
દ્વારકાઃ હોળીના તહેવારને લઈને લોકો ચાલતા ધાર્મિક યાત્રા કરતા હોય છે. ત્યારે દ્વારકા પગપાળા જતા આવા જ એક સંઘને રાત્રિના જમણ બાદ ફૂડ પોઇઝનિંગ થઈ હતી. ત્યારે તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, દ્વારકા જતા પગપાળા સંઘને રાત્રિના ભોજન બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું. સુરેન્દ્રનગરથી સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. ત્યારે સંઘ દ્વારા પોતાના રસોડામાં જમવાનું બનાવવામાં આવ્યું હતું. ત્યારે તમામ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. અંદાજે 70 જેટલા લોકોને એકસાથે ઝાડા-ઉલટી થતી તબિયત લથડી હતી.
આ પણ વાંચોઃ સાવલીમાં ફરીવાર વિવાદ, ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવ્યો
ખંભાળિયાથી 5 કિલોમીટર દૂર આ ઘટના બની હતી. ત્યારે તમામ અસરગ્રસ્તોને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ સારવાર હેઠળ છે.
હાલ તમામની હાલત સ્થિર
ડોક્ટર યોગેશ ગાંડીયા જણાવે છે કે, ગઈકાલે રાત્રે એક કેમ્પના ભોજનમાં પ્રોબ્લેમ આવવાને કારણે ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. અંદાજે 60થી 70 લોકોને અસર થઈ હતી. હાલ તમામની તબિયત સ્થિર છે.