November 15, 2024

ગો ફર્સ્ટની ખરીદી માટે સ્પાઈસજેટે બિડના ભાવમાં વધારો કર્યો

Go First Resolution: નાદાર થઈ ચૂકેલી એરલાઈન્સ ગો ફર્સ્ટને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. સમાચાર એજન્સીના એક રિપોર્ટ અનુસાર એરલાઈન્સને ખરીદવા માટે સ્પાઈસજેટના CMD અજય સિંહે ગો ફર્સ્ટ માટે બિડમાં વધારો કર્યો છે, પરંતુ એરલાઈન્સ માટે કંપની જે પૈસા આપવામાં આવી રહ્યા છે. તે બેંકની અપેક્ષા કરતા ઘણા ઓછા છે. મહત્વનું છેકે, કેટલાક દિવસ પહેલા ગો ફર્સ્ટને તેના પ્રતિસ્પર્ધી તરફથી બે બિડ મળી છે.

બોલી કેટલી વધી?
સ્પાઈસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સીએમડી અજય સિંહે બિઝી બી એરલાઈન્સ સાથે મળીને દેશમાં સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી એરલાઈન્સ ગો ફર્સ્ટને ખરીદવા માટે તેમની બિડમાં 100 થી 150 કરોડનો વધારો કર્યો છે. પહેલા આ બિડ 1600 કરોડ રૂપિયાની હતી, પરંતુ બેંકોની વિનંતી બાદ બંનેએ પોતાની બિડ 100 કરોડથી વધારીને 150 કરોડ રૂપિયા કરી દીધી છે. બિઝી બી એરલાઈન્સના મુખ્ય શેરધારકોમાં નિશાંત પિટ્ટીનું નામ પણ સામેલ છે. જેઓ ટ્રાવેલ પ્લેટફોર્મ EaseMyTripના CEO પણ છે.

GoFirst ક્યારે નાદાર થઈ?
મે 2023માં ગો ફર્સ્ટની નાદારી પ્રક્રિયા શરૂ કરવા માટે NCLTને પ્રથમ વખત અરજી કરી હતી. એ બાદ કંપનીને નાદારી પ્રક્રિયા હેઠળ કુલ બે નાણાકીય બિડ મળી છે. એક બિડ સ્પાઈસજેટના સીએમડી અજય સિંહ દ્વારા મૂકવામાં આવી છે અને બીજી બિડ શારજાહની સ્કાય વન એરવેઝ દ્વારા મૂકવામાં આવી છે. ખાસ વાત એ છે કે બંને બિડ દ્વારા કરવામાં આવેલી બિડ બેંકોની અપેક્ષા કરતા ઘણી ઓછી હતી. આવી સ્થિતિમાં બેંકોએ બંને બિડને તેમની બિડ વધારવા માટે વિનંતી કરી હતી.

બેંકોની બેઠક યોજાશે
નાદારી અંગે માહિતી આપતા ગો ફર્સ્ટે તરફથી કહેવામાં આવ્યું છેકે તેની સામે બેંક ઓફ બરોડા, IDBI બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ડોઇશ બેંક જેવી બેંકો પાસેથી કુલ રૂ. 65 અબજનું દેવું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ગો ફર્સ્ટને લોન આપનાર બેંકોની આગામી સપ્તાહે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં બિડમાં વધુ વધારો અને સ્પાઇસજેટ અને બિઝી બીની સંયુક્ત બિડની ઓફર અંગે ચર્ચા કરવામાં આવશે.