ભારતમાં નાના વાહનોની માંગ ઘટી, પાકિસ્તાનમાં વધી
અમદાવાદ: ભારતીય ઓટો માર્કેટમાં નાના વાહનોની માંગ ઘટી રહી છે. તો ભારતના પાડોશી દેશમાં પણ ઓટો માર્કેટમાં બેસ્ટ સેલર તરીકે આગળ વધી રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાનની. જાણો ઓટો માર્કેટમાં આજે ભારતની સાથે પાકિસ્તાનના ઓટો માર્કેટ વિશે.
સુઝુકી કાર ખરીદી
પાકિસ્તાન ઓટોમોટિવ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ગયા મહિનાના ડેટા આવી ગયા છે. સુઝુકી અલ્ટો પાકિસ્તાનમાં બેસ્ટ સેલર બન્યું છે. તો બીજી બાજૂ ભારતીય ઓટો માર્કેટમાં નાના વાહનોની માંગ ઘટી ગઈ છે. પાકિસ્તાનમાં સુઝુકી અલ્ટોએ ફેબ્રુઆરી 2023માં કુલ 3373 લોકોએ આ કાર ખરીદી હતી. જેમાં મહિના સ્તરે કુલ વેચાણમાં 57 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
પ્રદર્શન કરવામાં સફળ
ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં 3.70 લાખથી વધુ કારનું વેચાણ થયું છે. તો બીજી બાજૂ પાકિસ્તાને કુલ 9,709 એકમોનું વેચાણ કર્યું છે. ઇન્ડસ મોટર કંપની એટલે કે IMC, જે પાકિસ્તાનમાં ટોયોટા વેચાણ કરે છે. તેના વેચાણની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી 2024માં કુલ 2,036 વાહનનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ તમામ વાત વચ્ચે આટો માર્કેટમાં સવાલ થઈ રહ્યો છે કે કેમ પાકિસ્તામાં આટલું નબળું ઓટો સેકટર ચાલી રહ્યું છે.
સૌથી ખરાબ તબક્કા
એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં ઓટો ઉદ્યોગની સ્થિતિ જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ આઠ મહિનામાં કારના વેચાણમાં 41 ટકાનો ઘટાડો થયો છે. જેનું કારણ એ પણ છે કે દેશમાં ગરીબી સતત વધી રહી છે. જેના કારણે જે કંપની પાસે પૈસા છે તે પણ પૈસાને આપતા પહેલા ખચકાય છે. બીજી બાજૂ વાહનો પર મોટા મોટા ટેક્સ પણ આવે છે. જેના કારણે ઘણા બધા કારણો છે જેના કારણે એવું કહી શકાય કે ભારતના પાડોશી દેશમાં ઓટો સેકટર ધીમું ચાલી રહ્યું છે.