December 23, 2024

દિલ્હી ગરમીથી પરેશાન તો હવે ગુજરાતમાં પણ તાપમાન વધવાની આગાહી

અમદાવાદ: ઉનાળો હવે આવી ગયો છે. જેના કારણે હવેથી ગરમીએ દિલ્હીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે. ગઈ કાલે દેશના અનેક રાજ્યમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે આગાહી કરી છે. જાણો દેશની સાથે ગુજરાતના હવામાનનો કેવો રહેશે મિજાજ આવો જાણીએ.

વાતાવરણ આહલાદક
માર્ચના પ્રથમ 10 દિવસમાં વાતાવરણ આહલાદક રહ્યું હતું. જેમાં સવારે ઠંડી તો બપોરે કાળો તડકો પડ્તો હતો અને સાંજે ફરી ઠંડીનો અહેસાસ થતો હતો. જોકે હવે વાતાવરણમાં ફૂલ ગરમી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હીમાં આજના દિવસે ભારે પવન ફૂંકાવની શક્યતા છે. આ સાથે શુક્રવારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

કેવું રહેશે હવામાન?
યુપીના હવામાનની વાત કરવામાં આવે તો રોજ કોઈને કોઈ બદલાવ જોવા મળી રહ્યો છે. ફરી એક વાર વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 9 માર્ચથી હવામાન ફરી બદલાઈ શકે છે. જેમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બિહારના વાતાવરણની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ વધારો થશે નહી. આ સાથે આગાહી કરવામાં આવી છે બિહારની સાથે આસપાસના વિસ્તારોમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જોકે મહત્વની વાત એ છે કે વાતાવરણમાં બેવડા અનુભવને કારણે લોકોમાં બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે.

ગુજરાતનું કેવું રહેશે વાતાવરણ
ગુજરાતનું હવામાન હાલ શુષ્ક જોવા મળી રહ્યું છે. જેના કારણે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગે આપેલી માહિતી ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી. માર્ચ જેમ જેમ પુર્ણ થવા જઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે અંબાલાલ પટેલે આપેલી માહિતી અનુસાર અપ્રિલમાં પવન ફૂંકાશે અને વરસાદ પણ પડી શકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.