November 16, 2024

PM મોદી ગુજરાતના પ્રવાસે, 85 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

Ahmedabad narendra modi visit 85 crore rupees project

નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ વડાપ્રધાનને એરપોર્ટ પર આવકાર્યા હતા. ત્યારે તેઓ 85 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ સાબરમતી ડી-કેબિન રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ અમદાવાદમાં સાબરમતી કિનારે આવેલા ગાંધી આશ્રમના નવીનીકરણનો પ્રોજેક્ટ નિહાળશે. પછી સાડા 10 વાગ્યે અભયઘાટ પર સભાને સંબોધન કરશે.

રેલવે સ્ટેશન પર ઔષધિ કેન્દ્રોની શરૂઆત કરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિવિધ રેલવે સ્ટેશન પર ભારતીય જન ઔષધિ કેન્દ્રોની શરૂઆત કરાવશે. ત્યારબાદ અમદાવાદ – મુંબઈ સહિત 10 જેટલી વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી બતાવશે. પીએમ મોદી 10 વાગ્યે સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમ પહોંચશે. ત્યાંથી સીધા કોચરબ આશ્રમ જશે અને ઉદ્ઘાટન કરશે.