Women’s Day: આ છે ભારતની સૌથી અમીર મહિલાઓ
અમદાવાદઃ દેશમાં જ્યારે પણ અમીર લોકોની વાત થાય એ સમયે દેશના પુરૂષોની જ વાત અને લિસ્ટમાં નામ આવતા હોય છે. આપણા દેશમાં અમીરોની વાત થતી હોય એ સમયે અડાણી અને અંબાણીના આંકડાઓ સામે આવતા હોય છે, પરંતુ આપણા દેશમાં અમીરીમાં મહિલાઓ પણ પાછળ નથી રહી. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપણા ભારતની 5 સૌથી અમીર મહિલાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
સાવિત્રી જિંદલ
ભારતની સૌથી અમીર મહિલાઓના લિસ્ટમાં સાવિત્રી જિંદાલે બાજી મારી છે. તેઓ ભારતની સૌથી અમીક મહિલા છે. સાવિત્રી જિંદલ ઓપો જિંદલ ગ્રુપના ચેરમેન છે. તેઓ દેશના સૌથી અમીર લોકોની લિસ્ટમાં છઠ્ઠુ સ્થાન ધરાવે છે. તો અમીર મહિલાઓના લિસ્ટમાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે. જિંદલ ફોર્બ્સની રિયલ ટાઈમ બિલેનિયર્સ લિસ્ટમાં 94માં નંબર પર છે. 73 વર્ષના સાવિત્રીની નેટવર્થ 17 અરબ ડોલર છે. તેમના પતિની મોત બાદ તેમણે સમગ્ર કારોબાર સંભાળ્યો છે. સાવિત્રી જિંદલ બાદ દેશની ટોપ અરબપતિ મહિલાઓની લિસ્ટમાં રોશની નાદર મલ્હોત્રા, રેખા ઝુનઝુનવાલા, ફાલ્ગુની નાયર, કિરણ મજુમદાર શોના નામ સામેલ છે.
રોશની નાદર
રોશની નાદર મલ્હોત્રા દેશની ટોપ 5 અમીર મહિલાઓમાં સ્થાન ધરાવે છે. ગત વર્ષે જાહેર થયેલા Leading Wealthy Women રિપોર્ટ અનુસાર રોશની નાદરની કુલ સંપતિ 84,330 કરોડ રૂપિયાની આસપાસ છે. રોશની નાદર એચસીએલના ચેરપર્સન છે. રોશનીના પિતા શિવ નાદર ભારતના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.
રેખા ઝુનઝુનવાલા
બિગ બુલના નામથી ઓળખાતા દિવંગત રાકેશ ઝુનઝુનવાલાને કોણ નથી ઓળખતું. તે શેર માર્કેટના દિગ્ગજ રોકાણકાર છે. તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા દેશની ટોપ 5 અમીર મહિલાઓમાં સામેલ છે. રેખા ઝુનઝુનવાલાની નેટવર્થ 5.9 અરબ ડોલર છે. રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાઈટન, સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ અને મેટ્રો બ્રાંડ સામેલ છે.
ફાલ્ગુની નાયર
ફાલ્ગુની નાયર બ્યૂટી પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેઓ નાયકાના ફાઉન્ડેશન છે. કંપનીમાં નાયર અડધો હિસ્સો ધરાવે છે. નાયરનું નામ દેશની ટોપ અરબપતિ મહિલાઓમાં સામેલ છે. તેમની કુલ સંપતિ 2.7 અરબ ડોલર છે. નાયરે 2012માં કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની પાસે 1500થી પણ વધારે બ્રાંડ પોર્ટફોલિયો છે.
કિરણ મજૂમદાર શો
દેશની ટોપ અરબપતિ મહિલાઓના લિસ્ટમાં કિરણ મજૂમદાર શોનુ નામ શામેલ છે. શો બાયોકોનની શેરપર્સન છે. તેમની નેટવર્થ 2 અરબ ડોલર છે. શોએ 1978માં બાયોકોનની શરૂઆત કરી હતી.