November 19, 2024

માર્કેટમાં આવી ગયું છે નવું AI ચેટબોટ, જાણો કેવી રીતે કરે છે કામ

અમદાવાદ: ટેકનોલોજી આજે દેશની સાથે વિશ્વમાં વિકસી રહી છે. ત્યારે એન્થ્રોપિકે Claude 3 AI ચેટબોટ લોન્ચ કર્યું છે. કંપનીએ આ વિશે દાવો કર્યો છે કે તેનું ચેટબોટ Google Gemini અને ChatGPT કરતાં વધુ સારૂ છે. તેમના વખાણ કરતા કહ્યું કે તેની પાસે માણસોની જેમ સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા પણ છે.

ત્રણ અલગ અલગ ભિન્નતા
કંપનીનું કહેવું છે કે મલ્ટી ડાયમેન્શન- મલ્ટિમોડેલિટી, સુધારેલ ચોકસાઈ, ઉન્નત સંદર્ભ, સમજણ, ઝડપી પ્રતિભાવ સમય જેવી સુવિધાઓથી સજ્જ તમને જોવા મળશે. કંપનીએ કહ્યું કે આ ચેટબોટની ખાસ વાત એ છે કે તે કોઈ પણ સવાલના જવાબ આપી શકે છે અને સક્ષમ પણ છે. કંપનીએ દાવો કર્યો છે કે તે માનવ જેવી તમામ ક્ષમતાઓ સમજી શકે છે. ગાણિતિક સવાલો હોય કે પછી કંઈ પણ હોય તે તમામ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે આવનારા સમયમાં કે Claude 3 AI તમામ પ્લેટફોર્મને ટક્કર મારશે.

હનુમાન ચેટબોટ
Chat GPT અને Google Gemini AI સાથે સ્પર્ધા કરવા માટે હોમગ્રોન ચેટબોટ હનુમાન ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે. જે તમામ અત્યાર સુધીના AI ટૂલને ટક્કર મારશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ રિલાયન્સ આ ચેટબોટ વિકસાવી રહી છે. hatGPT અને Google Gemini AI પ્રીમિયમ સેવા માટે પૈસા વસૂલ કરી રહી છે. ત્યારે લોકોની અપેક્ષા છે કે રિલાયન્સ હનુમાન ચેટબોટની સેવા મફતમાં આપી શકે છે. મળતી માહિતી અનુસાર રિલાયન્સનું પ્રથમ AI મોડલ 11 સ્વદેશી ભાષાઓને સપોર્ટ કરશે. ગવર્નન્સ, મોડલ હેલ્થ, એજ્યુકેશન અને ફાઇનાન્સ સેક્ટરને ભારે મદદ મળી રહેશે. હનુમાન ચેટબોટ મોડલ મોટા પાયાના ડેટામાંથી શીખીને કુદરતી અવાજ પ્રતિભાવ પેદા કરે છે. ઓપન એઆઈ અને ગૂગલ જેમિની એઆઈ સાથે સ્પર્ધા કરવા માટે રિલાયન્સ તરફથી આ એક સારી શરૂઆત છે. AI મોડલ દેશમાં વિકાસના તબક્કામાં હાલ છે.