January 25, 2025

કલોલમાં કોલેરાનો હાહાકાર, 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ગાંધીનગર: ગાંધીનગરના કલોલમાં ફરી કોલેરાએ માથુ ઉચક્યું છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસ 100થી વધુ નોંધાયા છે. જેમાં પણ ત્રિકમ નગર અને મજૂર હાઉસીંગ સોસાયટીમાં વધારે કેસો બહાર આવવાથી આ સોસાયટીને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

કલોલના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. તેમાં પણ શહેરની બે સોસાયટીમાં કોલેરાના વધુ કેસ આવવાથી તે વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યા છે. ત્રિકમ નગર, મજુર હાઉસીંગ સોસાયટી અને તેની આસપાસના બે કિલોમીટરના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. અપેડેમીક એક્ટ ડિઝીસ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે બાદ કેસોને રોકતા ગાંધીનગર વહિવટી તંત્ર સહિત જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.

મહત્વનું છેકે, આ પહેલા પણ કલોલના રેલવે ફાટક વિસ્તારમાં પણ કોલેરા ફાટી નિકળ્યો હતો. જે બાદ ફરી કલોલની બે સોસાયટી અને તેની આસપાસના બે કિલોમીટરના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યા છે.