December 27, 2024

દિલ્હીમાં કરા સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી

દિલ્હી: દેશમાં ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. ગઈ કાલ રાત્રે પણ દિલ્હીમાં વરસાદ અને કરા પડયા હતા. જેના કારણે હવામાનમાં ભેજમાં ઘટાડો થયો હતો. યુપી અને બિહારમાં ઠંડી જોવા મળી રહી છે. ગુજરાત તો જાણે કાશ્મીર બની ગયું હોય તેવી ઠંડી 2 દિવસથી પડી રહી છે. આવનારા દિવસોને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે.

એલર્ટ મોકલવામાં આવ્યું
દેશના અનેક વિસ્તારમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકોના ફોન પર સંદેશ દ્વારા ચેતવણી મોકલી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં ગઈ કાલે ઝરમર વરસાદ પણ પડ્યો હતો આજે પણ પડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને કરા પડ્યા બાદ હવે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. યુપી બિહારમાં પણ આ રીતનું હવામાન જોવા મળી રહ્યું છે.

ગુજરાતનું વાતાવરણ
એક બાજૂ ખેડૂતો પોતાના પાકને ખેતરમાંથી ઘરે લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. આ પહેલા વરસાદ કે મારૂ કામ, વરસાદે કામ તો કર્યું પરંતુ ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું છે. ત્યારે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. આજથી તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. ગઈ કાલે અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં લધુત્તમ 14.6 ડિગ્રી અને મહત્તમ 31.2 ડિગ્રી નોંધાયુ છે. જયારે અમરેલી, જૂનાગઢ સાથે સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં ઠંડી અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.