December 26, 2024

સલાહ આપનાર જ સ્ત્રીને સમજવામાં અણસમજુ, લગ્નના બીજા દિવસે બિન્દ્રાના ઘરમાં બબાલ

દિલ્હી: પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ નોઈડાના સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં તેમની પત્ની પર માર મારવા બદલ કેસ નોંધાયો છે. એક માહિતી અનુસાર તેની પત્નીના ભાઈની ફરિયાદના આધારે કેસ નોંધાયો છે.

દવાખાનામાં લાંબી સારવાર
આ બાદ હુમલા બાદ તેની પત્નીની દિલ્હીની એક ખાનગી દવાખાનામાં લાંબી સારવાર ચાલી હતી. આરોપ કરવામાં આવ્યો છે કે તેને એટલી હદે મારવામાં આવી હતી કે તેના કાનનો પડદો ફાટી ગયો હતો. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસને બધી બાજૂથી તપાસ કરી રહી છે.

ફરિયાદમાં શું જણાવ્યું
ફરિયાદમાં બહેન યાનિકાના ભાઈએ જણાવ્યું હતું કે બહેન યાનિકાના લગ્ન તારીખ 6 ડિસેમ્બર, 2023ના રોજ વિવેક બિન્દ્રા થયા હતા. વિવેક હાલમાં સેક્ટર-94 સ્થિત સુપરનોવા વેસ્ટ રેસિડેન્સીમાં રહે છે. લગ્નના એક દિવસ પછી તારીખ 7 ડિસેમ્બરે સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે વિવેક બિન્દ્રા તેની માતા પ્રભા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે નવવિવાહિત પત્ની યાનિકાએ આ બાબતે વચ્ચે આવતા વિવેક બિન્દ્રાએ તેને રૂમમાં બંધ કરી દીધી હતી. રૂમમાં બંધ કર્યા બાદ તેને બહુ જ ખરાબ રીતે તેને મારવામાં આવી હતી. મારી બહેનને એટલી હદ સુધી મારવામાં આવી કે તે અત્યારે સાંભળી પણ શકતી નથી. ઢોર મારવાના કારણે મારી બહેનના શરીક પર હજુ પણ ઘા જોવા મળી રહ્યા છે. વિવેક એટલો ગુસ્સે થયો કે તેણે તેની પત્નીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો.

માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેની બહેનને એટલી હદ સુધી મારવામાં આવી કે તે સંપૂર્ણપણે ભાંગી પડી છે. શારીરિક નહિં માનસિક રીતે પણ તે હારી ગઈ છે. આ બનાવ બનતાની સાથે તેણી કોઈ સાથે વાત કરી રહી નથી.

ધરપકડની માંગ કરી
કોઈ પણ વાત હોય સોશિયલ મીડિયામાં ઝડપથી પહોંચી જાય છે. ત્યારે યુઝર્સે ધરપકડની માંગ કરી છે. વિવેક બિન્દ્રા વિરુદ્ધ 14 ડિસેમ્બરે કેસ નોંધવામાં આવ્યો છે. લગ્ન થતાની સાથે જ શુ તકલિફ પડી ગઈ એ પણ અહિંયા સવાલ છે.

વિવેક બિન્દ્રા કોણ છે?
વિવેક બિન્દ્રા ભારતના મહાન મોટિવેશનલ સ્પીકરમાંથી એક છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ લાખોની સંખ્યામાં છે. વિવેક બિન્દ્રાનો તેની પહેલી પત્ની ગીતિકા સબરવાલ સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. આ પહેલા તેણે બિજા લગ્ન કર્યા છે. તારીખ 06 ડિસેમ્બર 2023ના રોજ તેણે યાનિકા સાથે લગ્ન કર્યા હતા.પરંતુ મોટી મોટી વાતો કરતા વિવેક બિન્દ્રા પોતાના જીવનમાં એ વાત એપ્લાય કરી શક્યા નહી. ફરી એક વખત બીજી પત્નીમાં  પણ વિવાદમાં આવ્યા છે. વિવેક અને ગીતિકાને લગ્નજીવનથી એક પુત્ર પણ છે.

આ પણ વાંચો: દારૂ પરની છૂટના નિર્ણયની આ બાજુ, પરમિશન સાથે પ્રોબ્લેમ પણ ખરા