September 21, 2024

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની કઈ દિશામાં હીંચકો રાખવો જોઈએ?

Vastu Tips For Swing: ઘરમાં રાખવામાં આવેલી નાની-મોટી વસ્તુઓનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છેકે, ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓની ઉર્જા તે ઘરના સભ્યોને અસર કરે છે. આજે આપણે હીંચકો વિશે વાત કરીશું. ઘણા લોકો પોતાના ઘરમાં હીંચકો રાખે છે. ઘરમાં હીંચકો લગાવતી વખતે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો હીંચકો ખોટી દિશામાં હોય તો ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કઈ દિશામાં હીંચકો લગાવવો જોઈએ.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હીંચકો કઈ દિશામાં હોવો જોઈએ?

– વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હીંચકો લગાવવો શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં હીંચકો લગાવવાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હીંચકો લગાવવાથી અશુભ ગ્રહોની અસર અને ખરાબ નજર દૂર થાય છે.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લાકડામાંથી બનેલો હીંચકો લગાવવો જોઈએ. લાકડાનો હીંચકો લગાવવાથી ઘરમાં સંપત્તિ જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

– લાકડામાંથી બનેલો હીંચકો લગાવવાથી ઘરમાં ભગવાનના આશીર્વાદ જળવાઈ રહે છે. તેની શુભ અસર ઘરના બાળકો પર પણ જોવા મળે છે. બાળકોને અભ્યાસમાં સફળતા મળે છે અને તેમનો ડર દૂર થાય છે.

– વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હીંચકો હંમેશા એ જ દિશામાં લગાવવો જોઈએ જ્યાંથી તે પૂર્વથી પશ્ચિમ તરફ ઝૂલતો હોય.

– ઉત્તર કે પૂર્વ તરફ હીંચકોનું મોઢું રાખવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અને ઘરના સદસ્યોનું ભાગ્ય ચમકે છે. કાર્યમાં સફળતા મળે છે.

– હીંચકો ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ. તેના કારણે ઘરના કામો અટકી જાય છે. ઘંઘામાં નુકસાન થવાની પણ સંભાવના છે.