December 25, 2024

દાળ-અનાજમાં પડી જાય છે જીવાતો? તો આ રહ્યા ઉપાયો

kitchen hacks : તમારા રસોડામાં દાળ અને અનાજમાં જીવ-જંતુઓ પડી જાય છે?. તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને દાળ અને અનાજમાં જીવાત ના પડે એ માટેની કેટલીક ટિપ્સ આપીશું. આ ટિપ્સ અને ટ્રિકને ફોલો કરીને તમે તમારા રસોડામાં બંધ દાળને જીવાતોથી બચાવવું ખુબ જ સરળ થઈ જશે. દાળને કોઈ એરટાઈટ ડબ્બામાં રાખો કે કોઈ સાધારણ સ્ટોરેજમાં તેમાં જીવાત થવાની સમસ્યા સામાન્ય છે. સાબુ દાણા, ઘઉં, કાળા ચણા એવી વસ્તુ છે. જેમાં જીવાત થવું સામાન્ય વાત છે. એવામાં આપણા દાદી-નાનીના કેટલાક નુસ્ખા છે. જેના કારણે વર્ષો સુધી આપણા અનાજ સારા અને જીવાતોથી મુક્ત રહે છે.

દાળને બચાવવાના ઉપાયો
– કાળા ચણા કે સાબુદાણીને તમે સ્ટોર કરો છો એ સમયે તેમાં જીવાતો થઈ જાય છે. આથી હવે જ્યારે પણ તમે સાબુદાણા કે કાળા ચણાને સ્ટોર કરો એ પહેલા તેના પર સરસોના તેલનો હાથ કરી દો. આવી રીતે સ્ટોર કરશો તો દાળ ક્યારે પણ ખરાબ નહીં થાય.

– ઘરમાં ઘઉંને સ્ટોર કરતા સમયે મોટા ભાગે જીવજંતુ પડી જાય છે. ઘઉંમાં જંતુથી બચવા માટે એક ખાલી બાકસના ખોખોમાં કપૂર અને કેટલીક કાળા મરી નાખીને તેને ઘંઉના ડબ્બામાં મુકો.

– લીંબડો કીટાણુઓ સામે લડવા માટેનું કાગરત હથિયાર છે. તેનો ભરપુર ઉપયોગ સ્કિન કેરમાં થાય છે. આ લીંબડો તમારી દાળને પણ જંતુઓથી બચાવે છે. જે પણ ડબ્બામાં દાળ ભરવાના હોવ તેમાં લીંબડાના પાન અને ડાંડી નાખી દો. જેનાથી દાળમાં જીવજંતુ નહીં રહે.

– મગની દાળને એક વર્ષ માટે અલગ સ્ટોર કરવાનું વિચારી રહ્યા છો. તો તેમાં આખું મીઠું નાખવું જોઈએ. મીઠું દાળમાં આવતા ભેજને શોષી લે છે. જેથી સ્ટોર કરેલી દાળ સારી રહે છે.

– અનાજમાં રહેલા કીટાણુઓને મારવા માટે લસણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તમે જ્યારે પણ દાળને સ્ટોર કરો છો. તેના ડબ્બામાં લસણની કેટલીક કડીઓ ડબ્બામાં નાખી દો. જેના કારણે દાળમાં કીડાઓ નહીં પડે. જો એ કડીઓ સુકાઈ જાય ચો કેટલાક મહિનાનો બાદ તમે ફરી નવી લસણની કડીઓ નાખી શકો છો.

– લવિંગ પણ તમારી દાળમાં આવતા જીવાતોને દુર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. આ માટે તમે જે ડબ્બામાં દાળ કે અનાજને સ્ટોર કરો છો. તેમાં 10થી 12 નંગ લવિંગ નાખી દો.

– જો તમારી દાળ કે અનાજમાં જીવાતો થઈ ગઈ હોય તો એક મોટી પ્લેટ કે ચાદરમાં તેને પાથરી દો. 2થી 3 દિવસ તેને તડકો આપો. એ બાદ તેને ફરી એર ટાઈટ ડબ્બામાં પેક કરી દો.