May 20, 2024

શાક વધારે તીખું થઈ ગયું છે? તો આ રહી કામની ટિપ્સ

Kitchen Hacks: ભારતમાં મોટા ભાગના લોકો તીખુ ખાવાના શોખીન છે. મરચું નાખ્યા વિના કોઈ પણ વસ્તુનો સ્વાદ અધુરો લાગે છે, પરંતુ ઘણી વખત રસોઈ બનાવતી વખતે મરચું વધુ પડી જાય છે. તો તેના કારણે કોઈ પણ વસ્તુનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જાય છે. જો તમારાથી પણ વધુ મરચું નાખવાની ભૂલ થઈ જાય છે તો આ આર્ટિકલ તમારા માટે છે. આ આર્ટિકલમાં અમે તમને કોઈ પણ ડિશ જો વધારે તીખી થઈ ગઈ હોય તો તેને કેવી રીતે સરખું કરવું એની ટિપ્સ આપવામાં આવી છે.

ટમાટર પેસ્ટ
ઘણી વખત એવું બને છેકે શાક વધારે તીખું થઈ જાય છે. એવા સમયે શાકમાં તીખાશ ઓછી કરવા માટે તમે શાકમાં ટમેટાની પેસ્ટને નાખી શકો છે. આ માટે તમારે એક પેનમાં તેલ નાખી ટમાટરની પેસ્ટને ફ્રાઈ કરી લો. એ બાદ તેને શાકમાં એડ કરી દો.

દેશી ઘી
જો કોઈ ખાસ ડિશમાં મરચું વધારે થઈ જાય તો ડરવાની જરૂર નથી. તેની તીખાશ ઓછી કરવા માટે તમારી પાસે દેશી ઘી કે માખણ હોવું જોઈએ. કોઈ પણ ડિશમાં દેશી ઘી કે માખણ નાખવામાં આવે તો તેની તીખાશ ઓછી થઈ જાય છે.

મલાઈ
જો તમારૂ શાક તીખું થઈ ગયું છે અને તમે તેમાં ટમેટા ઉમેરીને શાકની કોન્ટિટિ વધારા નથી માંગતા. તો તમે શાકમાં મલાઈ પણ એડ કરી શકો છો. મલાઈ નાખવાથી શાક ઘાટ્ટુ થશે આ ઉપરાંત તેની તીખાશ પણ ઓછી થશે.

મેંદો
મેંદો પણ શાકની તીખાશને ઓછું કરવામાં મદદરૂપ બને છે. આ માટે તમારે થોડા તેલમાં 3થી 4 ચમચી મેંદો સેકી લો. એ બાદ મેંદાને શાકમાં ઉમેરીને ભેળવી દો. જો તમારા શાકની ગ્રેવી પાતળી થઈ ગઈ હોય તો તેમાં પણ શેકેલો મેંદો ઉમેરીને તેને ઘાટ્ટો કરી શકો છો.