December 23, 2024

IND vs ENG: યશસ્વી જયસ્વાલે ફરી તોડ્યો રેકોર્ડ

અમદાવાદ: યુવા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં તેનું જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. યશસ્વી જયસ્વાલ ખુબ જ સારી રીતે બેટિંગ કરી રહ્યો છે. બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે ટૂંકી ઇનિંગ રમીને વિરાટ કોહલીના રેકોર્ડની એકદમ નજીક પહોંચી ગયો છે.

રેકોર્ડ બનાવી ઇતિહાસ રચ્યો
ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 37 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિરીઝમાં તેણે 655 રન પૂરા કરી દીધા હતા. જેના કારણે તે વિરાટ કોહલીના રેકોર્ડ તોડવાની નજીકમાં પહોંચી ગયો છે. પરંતુ આ રેકોર્ડમાં હજુ પણ વિરાટ આગળ છે. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તેણે 2016માં ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 655 રન બનાવ્યા હતા. જોકે જયસ્વાલ પાસે વિરાટને પછાડવા માટે હજુ એક મેચ બાકી છે. વિરાટ કોહલી – 655 રન, 2016, યશસ્વી જયસ્વાલ – 655 રન, 2024 , રાહુલ દ્રવિડ – 602 રન, 2002, વિરાટ કોહલી – 593 રન, 2018, વિજય માંજરેકર – 586 રન, 1961 આ ખેલાડીઓએ સૌથી વધુ રન બનાવ્યા હતા.

વધુ સિક્સર મારનાર ભારતીય
25 સિક્સર – સચિન તેંડુલકર – વિ. ઓસ્ટ્રેલિયા, 23 છગ્ગા – યશસ્વી જયસ્વાલ – વિ. ઈંગ્લેન્ડ, 22 છગ્ગા – રોહિત શર્મા – વિ. સાઉથ આફ્રિકા, 21 છગ્ગા – કપિલ દેવ – વિ. ઈંગ્લેન્ડ, 21 છગ્ગા – ઋષભ પંત – વિ. ઈંગ્લેન્ડ હતા. આ વખતની સિરીઝમાં યશસ્વી જયસ્વાલનું શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે. ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનની જો વાત કરવામાં આવે તો 23 છગ્ગા – યશસ્વી જયસ્વાલ વિ. ઇંગ્લેન્ડ (2024), 19 છગ્ગા – રોહિત શર્મા વિ. દક્ષિણ આફ્રિકા (2019), 15 છગ્ગા – શિમરેન હેમિમીર વિ. બાંગ્લાદેશ (2018), 15 છગ્ગા – બેન સ્ટોક્સ વિ. ઑસ્ટ્રેલિયા (2023)એ આ રીતે પર્ફોર્મન્સ કર્યું છે.