શું GPayની સાથે Gmail પણ બંધ થશે?
અમદાવાદ: ગઈ કાલે અમેરિકામાં Gpay બંધ થયાની સમગ્ર માહિતી વિશ્વભરમાં ફેલાઈ ગઈ હતી. ત્યારે હવે Gmail બંધ થવાના અહેવાલો વાયરલ થઈ રહ્યા છે. જે લોકો Gmailનો ઉપયોગ કરે છે તે લોકોને હવે ચિંતા થઈ રહી છે કે શું ખરેખર Gmail બંધ થઈ જશે? તમારી મૂંઝવણના દરેક સવાલના જવાબ અમારા આ અહેવાલમાં.
શું છે વાયરલ મેસેજની સત્યતા?
આજના સમયમાં મોટા ભાગના લોકો ગૂગલ પે દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે. પરંતુ આ સેવા અમેરિકામાં બંધ થઈ રહી છે. જો કે, ભારતમાં Google Pay પહેલાની જેમ કામ કરતું રહેશે. ભારતમાં આ સેવાને લઈને કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ વચ્ચે જીમેલને લઈને દાવો કરવામાં આવ્યો છે. જીમેલને લઈને અનેક પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ચિંતા થવી સ્વાભાવિક વાત છે.
જીમેલ બંધ થવા પર ગૂગલની સ્પષ્ટતા
ગૂગલની વેબસાઈટ પર માહિતી આપતા ગૂગલે લખ્યું કે Gmail બંધ થવાનું નથી. ગૂગલે કહ્યું કે યુઝર્સને બિલકુલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલના સમયમાં જીમેલનો વિશ્વભરમાં 180 કરોડથી વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે. અહિંયા એ વાત સાબિત થાય છે કે Gmail બંધ થવાનો મેસેજ એકદમ ખાટો હતો. જેના કારણે જો તમે એ વાતથી ચિંતામાં છો તો તે વાતની ચિંતા કરવાની જરૂર નથી. Gmail બંધ થશે નહીં.