જ્વેલરી માર્કેટમાં બિરલા ગ્રુપની એન્ટ્રી, ટાટા ગ્રુપને આપશે ટક્કર
Novel: કપડા અને બુટના વેચાણ બાદ આદિત્ય બિરલા ગ્રુપ ટાટ ગ્રુપને ટક્કર આપવા માટે બ્રાંડેડ જ્યુલરીના રિટેલ બિઝનેસમાં એન્ટ્રી કરી છે. ગ્રુપ આ માટે 5000 કરોડ રુપિયાનું રોકાણ કરશે. આદિત્ય બિરલા ગ્રુપે જાહેરાત કરી છેકે, આ બિઝનેશ નોવેલ જ્વેલરી નામના નવા વેંચર્સ અંતર્ગત કામ કરશે. બિરલા ગ્રુપ પોતાના ઈન હાઉસ બ્રાંડની સાથે સમગ્ર સમગ્ર ભારતમાં લાર્જ ફોર્મેટ એક્સક્લૂસિવ જ્યુલરી રિટેલ સ્ટોર્સ આ બિઝનેશ અંતર્ગત બનાવશે. મહત્વનું છેકે, આદિત્ય બિરલાનું જ્વેલરી બ્રાંડ આ વર્ષના જુલાઈ મહિનામાં શરૂ થઈ જશે.
નેશનલ જ્યુલરી બ્રાંડ
ફાઈબરથી ફાઈનેશિયલ સર્વિસ સુધી કારોબાર કરી રહેલા આ ગ્રુપ જ્યુલરીમાં એક નેશનલ બ્રાંડ બનવા માંગે છે. હાલ બજારમાં ટાટા કંપનીનું તનિષ્ક, કલ્યાણ જ્વેલર્સ અને જોઆલુક્કાસ સહિત અનેક બ્રાંડ કારોબાર કરી રહી છે. તેની સામે ટક્કર આપવા બિરલા ગ્રુપ બજારમાં ઉતરી રહ્યું છે.
નવું ગ્રોથ એન્જિન
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગરલમ બિરલાએ નવી જ્વેલરી ફોર્મેટ વિશે વાત કરતા જણાવ્યું કે, આ એક રણનૈતિક પોર્ટફોલિયો વિકલ્પ છે. જે અમારા માટે નવા ગ્રોથ એન્જિનની શરૂઆત છે. જે અમારા વાઈબ્રેન્ટ કંઝ્યુમર લેન્ડસ્કેપમાં તમારી ઉપસ્થિતિનો વિસ્તાર કરશે.
GDPમાં યોગદાન
ગ્રુપે બ્રાંડેડ જ્વેલરી વિશે વાત કરતા કહ્યું કે, આ વેન્ચર માટે સમગ્ર નવા સ્ટાફની ભરતી કરવામાં આવી છે. ભરતી કરવામાં આવેલા લોકો પાસે સારુ રિટેલ અને કેટેગરી એક્સપર્ટીઝનું નોલેજ હશે. મહત્વનું છેકે, ભારતમાં રત્ન અને આભૂષણ માર્કેટ કુલ GDPના 7 ટકા જેટલું છે.