હિંડાલ્કોની અમેરિકી સબ્સિડિયરી લાવશે IPO
Novelis Inc: આદિત્ય બિડલા ગ્રુપના હિંડોલ્કો ઈનડસ્ટ્રીઝને અમેરિકા સબ્સિડિયરી નોવેલિસ ઈન્કના આઈપીઓ લાવવા માટે નિવેદન કર્યું છે. કંપનીના આઈપીઓ દસ્તાવેજને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનને સૌંપી છે. આઈપીઓ લાવ્યા બાદ નોવેલિસ એવા લિસ્ટમાં સામેલ થઈ જશે. જે ભારતીય કંપનીઓને સબ્સિડિયરી વિદેશી માર્કેટમાં લિસ્ટ હોય.
નોવેલિસ ઈન્કએ જમા કર્યુ આઈપીઓ પેપર
અટલાન્ટા સ્થિત નોવેલિ, ઈન્કે મંગળવારે આઈપીઓ પેપર જમા કરવાની જાણકારી આપી છે. કંપનીએ આ અંગે કહ્યું કે, આઈપીઓ માટે નોવેલિસના શેરહોલ્ડર કોમન શેર બહાર પાડશે. તેના વેચાણથી કંપનીને કંઈ પણ નહીં મળે. કંપનીને ફિલહાલ આ અંગે સ્પષ્ટતા નથી કરી કે તેઓ કેટલા ભાગનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. એસઈસી દ્વારા પેપર્સનું રિવ્યુ કર્યા બાદ માર્કેટની સ્થિતિ અને અન્ય વસ્તુને ધ્યાને લેવામાં આવશે.
હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળો
નોવેલિસ ઈન્કના આ નિર્ણયની જાણાકારી ભારતીય સ્ટોક માર્કેટ બંધ થયા બાદ મળી હતી. જે બાદ ભારતીય બજાર ખુલ્યું એ સમયે કંપનીના શેરમાં સારી તેજી જોવા મળી રહી હતી. કંપનીના શેરમાં 523.15 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
6 અરબ ડોલરમાં ખરીદી
હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝમાં નોવેલિસ ઈન્કને વર્ષ 2007માં 6 અરબ ડોલરમાં ખરીદ્યું હતું. મહત્વનું છેકે આ રોકાણ ભારતીય કંપનીઓ દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધીનો સૌથી મોટું વિદેશો રોકાણ છે. વર્ષ 2020માં નોવેલિસે 2.8 અરબ ડોલરમાં અમેરિકી કંપની અલેરિસ કોર્પનું અધિગ્રહણ કર્યું છે. નોવેલિસ ઈન્કની માર્કેટ વેલ્યુ લગભગ 9.7 અરબ ડોલર અંદાજવામાં આવી છે.