December 17, 2024

ગુજરાતમાં આ વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ!

અમદાવાદ: ઠંડી જવાનો સમય હવે આવી ગયો છે. પરંતુ તે પહેલા બેવડા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા દર્શાવી છે.

હવામાન બદલાયું
દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર હવામાનનો તેવર બદલાયો છે. આજ સવારમાં અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. હવામાન વિભાગે આગામી એક-બે દિવસમાં ભારે પવન, ગાજવીજ અને વીજળીના ચમકારા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે મંગળવાર અને બુધવારે વાદળછાયું, મધ્યમ વરસાદ અથવા ઝરમર વરસાદની આગાહી કરી હતી.

કાશ્મીરમાં હિમવર્ષા
કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. બારામુલ્લા જિલ્લામાં ગુલમર્ગ સ્કીઇંગ રિસોર્ટમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 1.5 ફૂટ હિમવર્ષા થઈ છે. કાઝીગુંડમાં 12.8 મીમી વરસાદ નોંધાયો છે. આ જ સમયગાળા દરમિયાન, પહેલગામમાં 18.6 મીમી, કુપવાડામાં 42.7 મીમી અને કોકરનાગમાં 8.0 મીમી વરસાદ નોંધાયો હતો. જમ્મુ ક્ષેત્રમાં પણ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. 22થી 24 ફેબ્રુઆરીમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સામાન્ય છાંટાની શક્યતા છે. અમરેલી, જૂનાગઢમાં હોળી સુધી ઠંડી રહેવાની સંભાવનાઓ છે. રાજયમાં બેવડા વાતાવરણનો અનુભવ થશે.