IND vs ENG: ત્રીજી ટેસ્ટ પહેલા રાજકોટ એરપોર્ટ પર વિઘ્ન, આ છે કારણ
રાજકોટઃ બીજી ટેસ્ટ બાદ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ બ્રેક દરમિયાન અબુધાબીમાં ગઈ હતી. ત્યારબાદ ટીમ ત્રીજી ટેસ્ટ માટે રાજકોટ આવી હતી. આ સમય દરમિયાન ટીમને મોટી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ટીમને એરપોર્ટ પર મોટી સમસ્યા થઈ હતી. આ ટીમમાંથી એક ખેલાડીને વિઝાના કારણે રોકી દેવામાં આવ્યો હતો.
એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રમાવાની છે. જે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ પણ મેચ માટે રાજકોટ પહોંચી ગઈ છે. પરંતુ તેમને એરપોર્ટ પર સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ટીમના એક ખેલાડીને એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ટીમના એક ખેલાડીને વિઝાની સમસ્યાના કારણે રોકી દેવામાં આવ્યો હતો. તે ખેલાડી લેગ સ્પિનર રેહાન અહેમદ હતો.
હોટેલ જવાનો ઇનકાર
સુત્રોના જણાવ્યા અનુસાર રેહાન અહેમદના વિઝામાં કેટલીક ટેકનિકલ સમસ્યા હતી, જેના કારણે તેને એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર મામલાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ રેહાન સાથે જ રહ્યા હતા. ટીમે શરૂઆતમાં રેહાનને ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી એરપોર્ટથી હોટેલ જવાનો ઇનકાર કર્યો હતો. આ મુદ્દો ઉકેલાઈ ગયો બાદમાં તેણે હોટલમાં જવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ટીમે નક્કી કર્યું હતું કે હવે આપડે હોટલમાં જઈએ. તમને જણાવી દઈએ કે આ સમયે ફ્લાઈટમાં 31 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર હતા.
આર અશ્વિન તોડશે આ રેકોર્ડ
આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલરોમાંથી એક ગણવામાં આવે છે. ત્યારે આ વખતની ટેસ્ટમાં તે મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આર અશ્વિને અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 97 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 183 ટેસ્ટ ઇનિંગ્સમાં 23.92ની એવરેજથી 499 વિકેટ ઝડપી છે. ખાસ વાત એ છે કે આ વખતની ટેસ્ટ મેચમાં તે રેકોર્ડ તોડીને એટલે કે 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી શકે છે. હાલ તે માત્ર એક જ વિકેટ દૂર છે. તમને જણાવી દઈએ કે રાજકોટ ટેસ્ટમાં તેની 500મી ટેસ્ટ વિકેટ લેશે તો તે રેકોર્ડ તોડશે. જેમાં 500મી ટેસ્ટ વિકેટ લેશે તો તે ભારત માટે આવું કરનાર બીજો બોલર બની જશે.