Hug Day કે જાદુ કી જપ્પી શા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે?
Hug Day: હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. જેમાં આજે આપણે હગ ડેને સેલિબ્રેટ કરીશું. હગ કરવું એટલે કે ગળે મળવું, પોતાના પાર્ટનરને બાંહોમાં લેવું. આ દિવસ પ્રેમ કરવા વાળાઓ માટે ઘણો ખાસ ગણવામાં આવે છે. કારણ કે આ દિવસે પ્રેમ કરનારા લોકો એક બીજાને ગળે મળે છે અને પોતાના પ્રેમને વધારે આગળ વધુ નજીક લઈ જાય છે. આ હગ ડેને ભારતમાં લોકો જાદુ કી જપ્પીની રીતે પણ ઓળખે છે.
હગે ડે કેવી રીતે અલગ છે?
સામાન્ય રીતે કોઈને ગળે મળવું એ સામાન્ય વાત છે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં આવતા વેલેન્ટાઈન વીકમાં કોઈને ગળે મળવું એ થોડી અલગ વાત છે. વેલેન્ટાઈ વીકમાં જે પ્રેમીઓ એક બીજાને હગ કરે છે. જે તેના પ્રેમ અને વિશ્વાસને વધારે ગાઠ બનાવે છે.
શા માટે સેલિબ્રેટ થાય છે હગ ડે
હગ ડે ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન વીડના છઠ્ઠા દિવસે એટલે કે 12 ફેબ્રુઆરીના સેલિબ્રેટ કરવામાં આવે છે. આમ તો ફેબ્રુઆરી મહિનાને જ પ્રેમના મહિના તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે આપણે કોઈને હગ કરીએ છીએ. એ સમયે આપણા શરીરમાં ખાસ પ્રકારનું હોર્મોન નિકળે છે. જે આપણા સ્વાસ્થય માટે બહું જ સારુ હોય છે. હગ કરવાના કારણે જે પ્રેમ ભાવ આપણા શરીરમાં અનુભવાય છે તેનાથી તેમાં વધારો થાય છે. હગ ડેના દિવસે આપણે આપણા પ્રેમીને હગ કરીએ છીએ ત્યારે તમારા વચ્ચેના પ્રેમ અને નિકટતામાં વધારો થાય છે.
કેવી રીતે હગ કરવું?
જો તમે તમારી પ્રેમિકા કે પત્નીને પ્રાઈવેટ જગ્યાએ હગ કરી રહ્યા છો તો તેને જોરથી પકડો અને બાંહોમાં સમાવી લો. આ ટાઈટ હગને તમે થોડી મિનિટો સુધી એમનું એમ રાખી શકો છો. જો તમે કોઈ સાર્વજનિક જગ્યાએ તમારા પાર્ટનરને હગ કરો છો તો એ સામાન્ય અને થોડા સેકેન્ડ પુરતું જ હોવું જોઈએ.