May 19, 2024

વેલેન્ટાઈન વીકમાં શા માટે Teddy Day સેલિબ્રેટ થાય છે?

Happy Teddy Day 2024: આજે વેલેન્ટાઈન વીકની અંદર આપણે ટેડી ડેની ઉજવણી કરી રહ્યા છીએ. ટેડી બિયર જે એક સોફ્ટ ટોય છે. નાના બોળકોથી લઈને તમારી ગર્લ ફ્રેન્ડ સુધી બધાને એ પસંદ છે, પરંતુ શું તમે જાણો છો કે આ ટેડી ડે ઉજવવાની પ્રથા ક્યારથી શરૂ થઈ? ટેડીને પ્રેમના એક પ્રતિક તરીકે શા માટે ગણવામાં આવે છે? ટેડી બિયરનું ટેડી બિયર થવાની સફર તમે જાણો છો? જો તમારો જવાબ ના હોય તો આજે અમે તમને આ તમામ સવાલોના જવાબ આપીશું.

ટેડી બિયરનો ઈતિહાસ
ટેડી બિયરનો આરંભ 20મી સદીમાં થયો છે. એક વખત યૂનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ જંગલમાં શિકાર કરી રહ્યા હતા. એ સમયે તેમના સહાયક હોલ્ટ કોલીરે એક કાળા રંગના રિંછને પકડી લીધો અને તેને ઝાંડથી બાંધી નાખ્યો. રિંછને આવી ઘાયલ સ્થિતિમાં જોઈને તેમને ખુબ જ દુઃખ થયું. જેના કારણે તેમણે રિંછની હત્યા કરવાની ના કહી દીધી. આ ઘટના પર રાષ્ટ્રપતિની દરિયાદિલી પર ધ વાશિંગટન પોસ્ટમાં એક કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમૈનનું કાર્ટૂન પ્રકાશિત થયું હતું. જેને જોઈ એક વેપારીએ રિંછના આકાર વાળું રમકડું બનાવ્યું. જેનું નામ ટેડી રાખવામાં આવ્યું.આ રિંછના રમકડાનું નામ ટેડી
આ રમકડું રાષ્ટ્રપકિ રૂઝવેલ્ટના કાર્ટૂન પરથી બન્યું હતું. રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનું નિકનેમ ટેડી છે. આથી આ રમકાડું નામ પણ ટેડી જ રાખવામાં આવ્યું.

વેલેન્ટાઈન વીકમાં શા માટે ટેડી ડે?
ટેડી બિયર એક તાજગી, ખુશી અને સુરક્ષાનો અનુભવ કરાવે છે. ટેડી સોફ્ટ અને સુંદર હોય છે.જેને જોતા જ પ્રેમ થઈ જાય છે. તેનો આવિષ્કાર જ પ્રેમ અને કરૂણાના રૂપમાં કરવામાં આવ્યો છે. આ ભાવનાઓને વ્યક્ત કરવા માટેનો બેસ્ટ સમય વેલેન્ટાઈન સિવાય બીજો શું હોઈ શકે છે? વેલેન્ટાઈ વીકમાં લોકો એક બીજા સાથે પ્રેમ, આદર અને સુરક્ષાની લાગણીઓ વહેંચતા હોય છે. આ તમામ ભાવ દરેક રિલેશનશિપમાં ખુબ જ જરૂરી બની જતા હોય છે. આથી વેલેન્ટાઈન વીકના ચોથા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીના ટેડી ડેની ઉજવણી કરવામાં આવે છે.