દિલ્હી કેપિટલ્સે કરી મોટી જાહેરાત, આ ખેલાડીને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપી

Delhi Capitals: IPL 2025 22 માર્ચથી શરૂ થવાની છે. દિલ્હીની ટીમનો સામનો 24 માર્ચે લખનૌની ટીમ સાથે થશે. દિલ્હીની ટીમે અક્ષર પટેલને કમાન સોંપી છે. હવે ઉપ-કપ્તાન તરીકે ફાફ ડુ પ્લેસિસની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ડુ પ્લેસિસ પાસે કપ્તાનીનો અનુભવ છે. જે દિલ્હીની ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: સુરતમાં માવના કોડવર્ડના આધારે ચાલતા નકલીનોટના વેપારનો પર્દાફાશ
દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન
ફાફ ડુ પ્લેસિસે આઈપીએલમાં પણ કેપ્ટનશીપ કરી છે. તેમણે ત્રણ સીઝન સુધી આરસીબી ટીમનું નેતૃત્વ કર્યું છે. ફાફ ડુ પ્લેસિસ 2012 થી IPLમાં રમી રહ્યો છે. આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર 96 રન છે. અત્યાર સુધીમાં તેણે 145 આઈપીએલ મેચોમાં કુલ 4571 રન બનાવ્યા છે. મહત્વની વાત એ છે કે દિલ્હી કેપિટલ્સ ટીમે હજુ સુધી એક પણ વખત IPLનો ખિતાબ જીત્યો નથી. ટીમે IPL 2020 ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ પછી તેને મુંબઈ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.