December 19, 2024

યાત્રીગણ… ટૂંક સમયમાં આવી રહી છે ‘ડ્રાઈવરલેસ’ મેટ્રો ટ્રેન

Driverless Metro Train: જો તમે બેંગલુરુમાં રહો છો અથવા અહીં અવારનવાર મુલાકાત લેતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. બેંગલુરુના લોકો અને ત્યાં મુલાકાત લેતા લોકો માટે ટૂંક સમયમાં ડ્રાઈવર લેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. એક માહિતી અનુસાર ચીનથી પ્રથમ ટ્રેન ચેન્નાઈ પોર્ટ પર પહોંચી ગઈ છે અને તેની એસેમ્બલી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ટેક્નોલોજીમાં રોજ નવા નવા અપડેટ આવે છે. બીજા ક્ષેત્રમાં આટલા બધા પરિવર્તન આટલા જલ્દી જોવા મળતા નથી. ત્યારે મેટ્રો ટ્રેનમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે.

ડ્રાઈવરલેસ મેટ્રો શરૂ
આજકાલ લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. બેંગલુરુના લોકો પણ સૌથી વધારે ટ્રેનનો ઉપયોગ મુસાફરી માટે કરે છે. ટ્રાફિકની ભીડથી બચવા અને તેમનો સમય બચાવવા માટે ઓફિસ અથવા અન્ય સ્થળોએ જવા ટ્રેનનો ઉપયોગ કરે છે. બેંગલુરુના લોકો માટે ખુશીના સમાચાર છે. થોડા જ સમયમાં ડ્રાઈવરલેસ મેટ્રો શરૂ થવા જઈ રહી છે. આ શહેરમાં ડ્રાઈવર વિનાની મેટ્રો ટ્રેન ચલાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. તમે આ ટ્રેનનો અંદાજ લગાવી શકો છો કે પ્રથમ ડ્રાઈવર વિનાની ટ્રેન ચીનથી ચેન્નાઈ પહોંચી છે. આ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન વિશે વધુ જાણો. ડ્રાઈવર વિનાની ટ્રેન સિલ્ક બોર્ડ દ્વારા મોમસાંદ્રાથી આરવી રોડને જોડતી પીળી લાઇન પર ટ્રાયલ કરાશે. ટ્રાયલ બાદ તેનો રિપોર્ટ ચીફ કમિશનર ઓફ રેલવે સેફ્ટીને મોકલાશે. બાદમાં તમામ આગળની નીતિ નક્કી કરવામાં આવશે.

આ મળશે સુવિધા
રેલવે અધિકારીએ આપેલી માહિતી અનુસાર મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમાં 3 થી 6 કોચ રાખવામાં આવી શકે છે. તેમનું કહેવું છે કે કોચની અંદર જગ્યાની સારી રીતે કાળજી રાખવામાં આવી છે. દરેક જગ્યા પર તમને સીસીટીવી કેમેરા પણ જોવા મળશે. જેના કારણે મુસાફરોની તમામ સેફટીની જાળવણી રહી શકે. તમને જણાવી દઈએ કે મુસાફરોની સુવિધા માટે ડ્રાઇવર વિનાની આ ટ્રેનમાં ફોન અને લેપટોપ માટે ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવશે. એક માહિતી અનુસાર ડ્રાઈવર વિનાની આ ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ખાસ વાત એ છે કે ટ્રેનમાં ઓટોમેટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીમાં સિગ્નલ રીડિંગ, ટાઈમિંગ સિક્વન્સ જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનનું ટેસ્ટિંગ એક વર્ષ સુધી ચાલુ રહી શકે છે.