અમૂલે તાજા-ગોલ્ડ અને ટી-સ્પેશિયલના ભાવમાં એક રૂપિયો ઘટાડ્યો
આણંદઃ અમૂલે ગુજરાતીઓને ભેટ આપી છે. અમૂલે તેની ત્રણ પ્રોડક્ટના ભાવમાં એક-એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી-સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
અમૂલ ગોલ્ડ લીટરના પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા હતો અને નવો ભાવ 65 રૂપિયા છે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલ લીટરના પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા હતો અને હવે નવો ભાવ 61 રૂપિયા છે. આ ઉપરાંત અમૂલ તાજા લીટરના પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા હતો અને હવે નવો ભાવ 53 રૂપિયા છે. અમૂલ દ્વારા દૂધના ભાવવધારા બાદ પ્રથમવાર ઘટાડો કરવામાં આવ્યો છે.