January 24, 2025

દેશના 15 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતનું હવામાન કેવું રહેશે

Weather Report: દેશમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરું થશે. હવામાન વિભાગે 15 થી વધુ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. 15 થી વધુ રાજ્ય એવા છે કે જ્યાં વરસાદ પડી શકે છે. આવો જાણીએ ગુજરાતમાં કેવું રહેશે હવામાન.

હરિયાણા અને પંજાબમાં વરસાદ
હરિયાણાના 15 જિલ્લાઓમાં આજે વરસાદ અને તેજ પવનની ચેતવણી હવામાન વિભાગે આપી છે. મહેન્દ્રગઢ, કુરુક્ષેત્ર, ગુરુગ્રામ અને અન્ય જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. પંજાબમાં ધુમ્મસ અને વરસાદની અસર જોવા મળશે. 26-28 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેશે.

આ પણ વાંચો: અમરેલીની જનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાં મુદ્દાઓને રાખશે ધ્યાનમાં?

ગુજરાતનું હવામાન કેવું રહેશે
ગુજરાતમાં હાલ ડબલ સિઝન જોવા મળી રહ્યી છે. સવારે ઠંડક તો બપોરના સમયે ભારે ગરમી જોવા મળે છે. ગરમી અને ઠંડી બને પડી રહી છે જેના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની જોવા મળી રહી છે. હવામાનમાં હાલ કોઈ ફેરફાર જોવા મળશે નહીં.