સોના-ચાંદીના ભાવે ખિસ્સાને ડામ દીધો, ભાવ ₹. 80,000ને પાર
Gold New Price: આજના દિવસે સોનાના ભાવે તમામ રેકોર્ડને તોડી નાંખ્યા છે. બુધવારના દિવસે સોનાનો ભાવ 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડાની ઉપર પહોંચી ગયો હતો. આજે ફરી વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: U19 Women T20 World Cup: ભારતની મહિલા ટીમે શ્રીલંકાને 60 રને આપી હાર, ત્રિશાએ કરી જોરદાર બેટિંગ
સોનાના ભાવમાં મોટો વધારો
24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 82,090 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સોનાની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. ભલે ભાવમાં વધારો થાય પરંતુ લોકોમાં સોનાની માંગમાં વધારો સતત જોવા મળી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં મજબૂતી આવી છે. એક રિપોટ પ્રમાણે સોનું રોકાણ માટેનું બેસ્ટ ઓપ્શન છે. સોનાના ભાવ વધવાના કારણે લગ્નની સિઝન દરમિયાન છૂટક જ્વેલરીના વેચાણને અસર જોવા મળી રહી છે. જેના કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.