January 24, 2025

U19 Women T20 World Cup: ભારતની મહિલા ટીમે શ્રીલંકાને 60 રને આપી હાર, ત્રિશાએ કરી જોરદાર બેટિંગ

U19 Women T20 World Cup 2025: ભારતની મહિલા અન્ડર 19 ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. T20 વર્લ્ડ કપ 2025ની મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હાર આપી છે. મહિલા ટીમ ઈન્ડિયાએ 60 રને મેચ જીતી છે. ગોંગડી ત્રિશાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગોંગડી ત્રિશા 49 રન બનાવવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયાએ 119 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 58 રન જ બનાવવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો:ગોળની ચા બનાવતી વખતે દૂધ ફાટી જાય છે? આ રીત કરો ટ્રાય નહીં ફાટે

કેવું રહ્યું ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ 119 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ કંઈ ખાસ રન બનાવી શકી ના હતી. ઓપનર સંજના 5 રન બનાવીને આઉટ તો નિસાસાલા એક રન પણ બનાવી શકી ના હતી. શબનમે શાનદાર બોલિંગ કરી હતી.આયુષી શુક્લાએ એક વિકેટ લીધી હતી. ભારતે મહિલા અંડર 19 T20 વર્લ્ડ કપ 2025માં સતત ત્રીજી જીત લેવામાં સફળ રહી છે. મહિલા ટીમ ઈન્ડિયાની 60 રને જીત થઈ હતી.