સગાઈ કરી હોવા છતાં પ્રેમી સાથે ભાગી યુવતી… દાઝ રાખી યુવકે યુવતીની કાકી પર કર્યો એસિડ એટેક
Rajkot: રાજકોટમાં એસિડ એટેકની ધટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના કુવાવડ પોલીસ મથક વિસ્તારમાં આવતા સોખડા ગામમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે.. પ્રકાશ સરવૈયા નામના આરોપીએ મહિલા પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો છે. આ દુર્ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી.
સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર રાજકોટમાં એસિડ એટેકની ધટના આવી સામે આવતા પોલીસ દોડતી થઈ છે. પ્રકાશ સરવૈયા નામના શખ્સે વર્ષા બેન ગોરીયા પર એસિડ ફેંકી ફરાર થઈ ગયો છે. ગંભીર રીતે દાઝી જતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જોકે, આરોપી પ્રકાશની મહિલાની ભત્રીજી સાથે સગાઈ થઈ હતી. પરંતું લગ્ન થાય તે પહેલાં જ યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારે આ શખ્સે અદાવત રાખીને મહિલાને તેની ભત્રીજીનું એડ્રેસ પૂછવાના બહાને બોલાવી હતી. ત્યાં આવેશમાં આવીને એસિડ એટેક કર્યો હતો.
આ પણ વાંચો: ‘ગેરકાયદે રહેતા ભારતીયોને પરત લાવવા માટે તૈયાર છે ભારત’, અમેરિકામાં એસ. જયશંકરે આપી પ્રતિક્રિયા
જોકે, હાલ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. કુવાડવા પોલીસે આરોપી પ્રકાશ સરવૈયા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપી હાલ ફરાર છે.. પોલીસે પ્રકાશ સામે BNS 124 ( 1 ) 333 મુજબ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.