December 19, 2024

Googleની મોટી કાર્યવાહી, 2200 નકલી લોન એપ ડિલીટ

નવી દિલ્હી: આજકાલ એવી ઘણી એપ્સ તમને જોવા મળશે જે તમને મિનિટોમાં લોન આપે છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એપ્સ જોવા મળતી હતી કે જેમાં તમે દસ્તાવેજોના આધારે લોન આપતી હતી. પરંતુ ગૂગલે નકલી લોન એપ્સ સામે મોટી કાર્યવાહી છે. ગૂગલે સપ્ટેમ્બર 2022 થી ઓગસ્ટ 2023 વચ્ચે પ્લે સ્ટોર પરથી 2,200 થી વધુ નકલી લોન એપને દૂર કરી દેવામાં આવી છે.

ગૂગલે કડક પગલાં લીધાં
યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૂગલે કડક પગલાં લીધાં છે. આ કાર્યવાહી નકલી લોન એપ્સનો સામનો કરવા અને ગ્રાહકોને નાણાકીય કૌભાંડોથી બચાવવા આ એપને દુર કરવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં આપેલી માહિતી અનુસાર, ગૂગલે એપ્રિલ 2021 થી જુલાઈ 2022 સુધી લગભગ 3,500 થી 4,000 લોન એપ્સની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાંથી 2,500 થી વધુને એપને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગૂગલે સપ્ટેમ્બર 2022 થી ઓગસ્ટ 2023 સુધીના આગલા સમયગાળા દરમિયાન 2,200 થી વધુ એપને દુર કરી હતી.

આ પણ વાચો: Shark Tank Indiaમાં આવી AI હાઇડ્રોજન કાર

લોન એપ્લિકેશન્સ માટેની નીતિ
Google એ લોન એપ્લિકેશન્સ માટેની નીતિ બદલી દીધી છે. આ સિવાય ગૂગલે પણ પોતાની પોલિસીમાં ઘણા ફેરફારો કર્યા છે. નીતિ અપડેટ મુજબ Google માત્ર રેગ્યુલેટેડ એન્ટિટી (REs) દ્વારા અથવા REs સાથે સહયોગ કરીને પ્રકાશિત થયેલી એપને જ મંજૂરી આપે છે. ભારતમાં લોન એપ્સના વધી રહેલા ગ્રાફને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી બાજૂ ગ્રાહકોએ પણ ધ્યાન રાખવું જરૂરી બને છે. નકલી લોન એપ્સથી પોતાને બચાવવા માટે ગ્રાહકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારી અંગત માહિતી ભૂલથી પણ એવી એપ પર શેર કરશો નહીં જે RBI દ્વારા નોંધાયેલ નથી. Google Play અથવા Apple App Store જેવા સત્તાવાર સ્ટોરમાંથી જ એપ્સ ડાઉનલોડ કરો.નકલી લોન આપતી એપ્સની જાળમાં ફસાશો નહીં.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ