December 19, 2024

U19 World Cupની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે?

ભારતીય ટીમે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને બે વિકેટથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ટાઇટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. અંડર-19 વર્લ્ડ કપમાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ ભારતે છઠ્ઠી વખત વિજેતા બનવા માટે ઓસ્ટ્રેલિયા અથવા પાકિસ્તાનનો સામનો કરવાનો રહેશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બીજી સેમિફાઇનલ 8 ફેબ્રુઆરી રમવામાં આવશે. જે ટીમ અહિંયા જીતશે તે ભારત સાથે સામનો કરવાનો રહેશે.

ટીમ ઈન્ડિયાના ધબકારા વધારી દીધા
પ્રિટોરિયસ અને સેલેટ્સવેને ત્રીજી વિકેટ માટે 72 રન જોડીને દાવ સંભાળ્યો હતો. જોકે, બંનેએ 22થી વધુ ઓવર રમી હતી. વિલોમૂર પાર્ક પિચ દ્વારા આપવામાં આવેલી ગતિ અને ઉછાળને કારણે દક્ષિણ આફ્રિકાનો ટોચનો ક્રમ ભારતીય ઝડપી બોલરો લિમ્બાની અને નમન તિવારી (1/52) દ્વારા પરેશાન હતો. પ્રિટોરિયસ અને સેલેટ્સવેન પણ ઝડપી ગતિએ રન બનાવવામાં નિષ્ફળ ગયો હતો. સતત ત્રીજી અડધી સદી ફટકાર્યા પછી, પ્રિટોરિયસે મોલિયાની મિડવિકેટ પર સિક્સર ફટકારી હતી, પરંતુ મુરુગન અભિષેકે મુશીરના બોલ પર મિડવિકેટ પર શાનદાર કેચ પકડ્યો હતો.

આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

ક્રિકેટના મેદાનમાં આ દિગ્ગજની વાપસી
ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ 2024-23 ફેબ્રુઆરીથી દેહરાદૂનમાં શરૂ થવા જઈ રહી છે. આ લીગમાં ભારતનો અનુભવી ખેલાડી મુંબઈની ટીમની કમાન સંભાળવાનો છે. ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ (IVPL) ની પ્રથમ સિઝન 23 ફેબ્રુઆરી 2024થી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દેહરાદૂન ખાતે શરૂ કરવામાં આવશે. આ લીગમાં ભારતના તમને ઘણા મહાન ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે. આ લીગની મેચો 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2024 સુધી રમવામાં આવશે. ભારતીય ક્રિકેટ ચાહકો આ મેચની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

ગુજરાતની ટીમને મોટો ફટકો
ભારતમાં T20 લીગ હવેથી થોડા મહિનામાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે ભારતમાં રમાનારી મહિલા પ્રીમિયર લીગ (WPL 2024) પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમને મોટો ફટકો લાગ્યો હતો. ટીમનો એક સ્ટાર ખેલાડી છે જે કેન્સરની સારવારને કારણે આ સિઝનમાં રમી શકશે નહીં. કેન્સરની સારવારને કારણે આ સ્ટાર ખેલાડી WPL 2024 નહીં રમી શકે, તમને જણાવી દઈએ ગુજરાતે સૌથી વધુ 10 ખેલાડીઓ લીધા હતા.