January 23, 2025

ફ્લાઈટની ટિકિટો થઈ શકે છે મોંઘી, આ છે કારણ

ATF Price Hike Today: ફ્લાઈટ ટિકિટો મોંઘી થઈ શકે છે. કારણ કે સરકારી ઓઈલ કંપનીઓએ આજથી એટલે કે 1લી ડિસેમ્બરથી એવિએશન ટર્બાઈન ઈંધણ (ATF)ના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે એરલાઈન્સના ભાડામાં વધારો થઈ શકે છે. જેની અસર મુસાફરોને પડી શકે છે.

આ પણ વાંચો: છત્તીસગઢમાં કાર અને ટ્રક ભયાનક અકસ્માત, કટર વડે કારને કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

ફ્લાઇટ ટિકિટ મોંઘી થઈ શકે છે
આ મહિનામાં ફરી સરકારી ઓઇલ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. ગયા મહિને પણ એટીએફની કિંમતમાં પ્રતિ કિલોલિટર ₹2,941.5નો વધારો કરાયો હતો. આ કારણે એરલાઈન્સનો ઓપરેટિંગ ખર્ચમાં વધારો થયો છે. એક માહિતી પ્રમાણે ATF મોંઘું થવાના કારણે એરલાઈન્સના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો થઈ શકે છે. જેનો ભાર મુસાફરી કરતા લોકોના માથે આવશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ આજે ફેરફાર ખાસ જોવા મળ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલના ભાવની વાત કરવામાં આવે તો 94.77 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. પટનામાં પેટ્રોલ 105.58 રૂપિયા, ચંદીગઢમાં 94.30 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. પટનામાં ડીઝલ 92.42 રૂપિયા પ્રતિ લીટર અને ચંદીગઢમાં 82.45 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.