December 5, 2024

શિયાળાની સુપિરિયર મીઠાઈ અડદિયા ઘરે જ બનાવો, આ રહી ઇઝી રેસિપી

Adadiya Pak Recipe: મોટાભાગના ઘરોમાં શિયાળો આવતાની સાથે શિયાળાનો કિંગ એટલે અડદિયા બને છે. પરંતુ ઘણા ઘરમાં તેને બનાવવામાં આવતા નથી પરંતુ બજારમાંથી લઈ આવવામાં આવે છે. ત્યારે અમે તમને આજે અડદિયા પાકની સરળ રીત જણાવવાના છીએ જે રીતથી તમે ઝટપટ અડદિયા બનાવી દેશો. આવો જાણીએ આ સરળ રીત વિશે.

અડદિયા પાક બનાવવા માટેની સામગ્રી
1 કપ અડદની દાળ
1 કપ ગોળ
1/2 કપ ઘી
1/4 કપ સૂકું નારિયેળ
1/4 ચમચી એલચી પાવડર
1/4 ચમચી જાયફળ પાવડર
1/2 કપ સમારેલા પિસ્તા
1/2 કપ સમારેલી બદામ
1/4 કપ સમારેલા અખરોટ

આ પણ વાંચો: શિયાળાની ઠંડીમાં બનાવો ગરમાવો દેતી લીલી હળદરનું શાક, આ રહી ઈઝી રેસીપી

અડદિયા પાક બનાવવાની રીત
આ માટે તમારે અડદની દાળ લેવાની રહેશે. હવે પછી તમારે તેને લાલ થાય ત્યાં સુધી શેકવાની રહેશે. શેકેલી દાળને મિક્સર જારમાં બરછટ પેસ્ટમાં તમારી પીસી લેવાની રહેશે. આ પછી તમારે તપેલીમાં ગેસ પર ગોળ અને ઘી ઓગાળી લો. હવે પછી તમારે તેમાં પીસેલી દાળ, બદામ, નારિયેળ, એલચી પાવડર, જાયફળ પાવડર ઉમેરવાનું રહેશે. તેને સારી રીતે મિક્સ કરતા રહો. આ પછી તમારે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દેવાનું રહેશે. તમે જે પસંદમાં અડદિયા ખાવા પસંદ હોય તે પ્રમાણે તમે આકાર આપી શકો છો.