December 26, 2024

સ્નોફોલ જોવો હોય તો આ જગ્યાઓનો કરી શકો છો પ્લાન

Snowfall Hill Stations In India: શિયાળાની સિઝનમાં મોટા ભાગના લોકો ફરવા નિકળતા હોય છે. જો તમને સ્નોફોલ જોવાનો પ્લાન હોય તો અમે આજે ઘણા હિલ સ્ટેશનોની માહિતી આપવાના છીએ. જે જગ્યાએ જઈને તમે સ્નોફોલનો આનંદ માણી શકો છો.

આ હિલ સ્ટેશનોમાં ભારે હિમવર્ષા થાય છે

શિમલા
સ્નોફોલ જોવાનો તમને શોખ હોય તો તમે શિમલાનો પ્લાન બનાવી શકો છો. શિમલામાં ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં ઘણી હિમવર્ષા થાય છે.

કુલ્લુ મનાલી
હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં સ્નોફોલ થાય છે. ડિસેમ્બરના અંત સુધીમાં અહિંયા સ્નોફોલ થાય છે. અહિંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ સુધી ચાલે છે.

ઔલી
ઔલી ઉત્તરાખંડમાં ખૂબ જ સુંદર જગ્યા છે. ડિસેમ્બરના અંતથી લઈને માર્ચ સુધી અહિંયા સ્નોફોલ થાય છે. ઔલીમાં બરફથી ઢંકાયેલા પહાડો જોવાની મજા જ કંઈ અલગ છે.

આ પણ વાંચો:  શિયાળામાં આ રીતે સરળ રીતે બનાવો બાજરાના રોટલા, ફાટ્યા વગર બનશે એકદમ મસ્ત

કાશ્મીર શ્રીનગર
કાશ્મીર અને શ્રીનગર હિમવર્ષા માટે જાણીતા છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીના મહિનામાં અહિંયા સ્નોફોલ થાય છે. તમે તેનો આનંદ લેવા જઈ શકો છો.